નવી દિલ્હીઃ ગત સપ્તાહે કોંગ્રેસ છોડનારી તેલુગુ એક્ટ્રેસ વિજયશાંતિ ભાજપમાં સામેલ થઈ ગઈ છે. ગૃહ મંત્રી અમિત શાહના એક દિવસ બાદ તે ભાજપમાં જોડાઈ હતી. 54 વર્ષીય વિજયશાંતિ દક્ષિણ ભારતીય સિનેમાની મોટી સ્ટાર છે.

1997માં ભાજપમાંથી રાજકીય કરિયર શરૂ કરનારી વિજયથાંતિએ તેલંગાણા રાષ્ટ્ર સમિતિથી અલગ તેલંગાણાની લડાઈ માટે ભાજપ છોડ્યું હતચું. જે બાદ 2009 લોકસભા ચૂંટણી જીતી હતી. 2014માં તે કોંગ્રેસમાં સામેલ થઈ હતી. ગત વર્ષે લોકસભા ચૂંટણી વખતે તે પ્રધાનમંત્રી મોદીની તુલના એક આતંકવાદી અને તાનાશાહ સાથે કરી હતી. છેલ્લા થોડા મહિનાથી તે કોંગ્રેસના કાર્યક્રમોમાં પણ સામેલ થતી નહોતી.

વિજયશાંતિ તમિલનાડુની ખુશબુ સુંદર બાદ ભાજપમાં સામેલ થનારી બીજી હાઇ પ્રોફાઇલ નેતા છે. ભાજપે 2023માં યોજાનારી તેલંગાણા ચૂંટણી માટે  અભિયાન શરૂ કર્યું છે તેવા જ સમયે પક્ષમાં સમેલ થઈ છે.



વિજયશાતિએ હિન્દી સહિત દક્ષિણ ભારતની અનેક ફિલ્મોમાં  કામ કર્યુ છે. ભાજપમાં સામેલ થયા બાદ પક્ષના નેતા જી વિવેક કહ્યું, વિજયશાંતિએ તેલંગાણા માટે ખૂબ કામ કર્યું છે પરંતુ મુખ્યમંત્રીએ તેમની અવગણના કરી હતી. ભાજપ આગામી વિધાનસભા ચૂંટણી ચોક્કસ જીતશે.