નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે આજે અનેક રાજ્યોએ લોકડાઉનમાં છૂટ આપવાની જાહેરાત કરી છે. આ વચ્ચે કેરલ સરકારે કેન્દ્રિય ગૃહ મંત્રાલયની ગાઇડલાઇડને નજરઅંદાજ કરતા લોકડાઉનમાં  છૂટ આપવાને લઇને નવો આદેશ જાહેર કર્યો છે. પોતાની ગાઇડલાઇનમાં ફેરફાર કરવાને લઇને ગૃહ મંત્રાલયે નારાજગી વ્યક્ત કરી છે અને કેરલ સરકારને પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર તરફથી આ પત્ર 19 માર્ચના રોજ કેન્દ્રિય ગૃહ સચિવે કેરલ સરકારના મુખ્ય સચિવને લખ્યો હતો.



આ અગાઉ કેરલ સરકારે પોતાના રાજ્યમાં 20 એપ્રિલથી લોકડાઉનના  બીજા તબક્કામાં હેર સલૂન, રેસ્ટોરન્ટ, બુક સ્ટોર, લોકલ વર્કશોપ, ફોર વ્હીકલ્સમાં બેથી વધુ લોકો, ટુ-વ્હીલર્સ પર બે લોકો અને કેટલાક નાના અંતરની બસો પણ ચલાવવાની મંજૂરી આપી હતી.



કેન્દ્ર સરકાર પાસે જ્યારે આ વિષયમાં સૂચના આપી હતી તો કેન્દ્રિય ગૃહ સચિવે પોતાના પત્રમાં કેરલ સરકારને કહ્યુ કે, લોકડાઉન દરમિયાન હેર સલૂન, રેસ્ટોરન્ટ, બુક સ્ટોર, લોકલ વર્કશોપ, શહેરી ક્ષેત્રોમાં આવનારા નાના ઔધોગિક એકમો ખોલવાની મંજૂરી નહી હોય.