આ પહેલા પંજાબ સરકારે 8 જૂનથી રાજ્યમાં શોપિંગ મોલ્સ, હોટલ, રેસ્ટોરન્સ અને ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી હતી. પરંતુ આ મજૂરીમાં હોટલો અને રેસ્ટોરન્ટમાં બેસીને જમવાની મંજૂરી નહોતી આપવામાં આવી, પરંતુ સરકારે હવે નવી ગાઈડલાઈન જાહેર કરી તેને મજૂરી આપી દીધી છે. જેના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ માલિકોને ઘણી રાહત મળી છે.
આ પહેલા સરકારે તમામ ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી આપી હતી. ધાર્મિક સ્થળ સવારે 5 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી ખુલી રહ્યા છે. ધાર્મિક સ્થળો પર એક સમયે 20 લોકોને જ એકઠા થવાની મંજૂરી આપવામાં આવી છે. શોપિંગ મોલ્સ પણ ખુલી ગયા છે. અહીં 2 ગજની દૂરીનું પાલન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી મોલ્સમાં બનેલા રેસ્ટોરન્ટમાં જમવાની મંજૂરી નહોતી, લોકોને માત્ર હોમ ડિલીવરીની સુવિધા મળતી હતી, પરંતુ સરકારે હવે ગાઈડલાઈન જાહેર કરી છે જેના કારણે લોકો રેસ્ટોરન્ટમાં બેસીને જમી શકશે.