નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) બેઠક થઈ રહી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, આર્થિક સંકટ, કોરોના વાયરસ મહામારી અને ચીન સાથે સીમા પર તણાવનું મુખ્ય કારણ મોદી સરકારની નીતિઓ છે. સોનિયા ગાંધીએ કહ્યુ, ભારત ભયાનક આર્થિક સંકટથી ઘેરાયેલું છે, કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે અને હવે ચીન સાથે સરહદ પર સંકટ ઉભું થયું છે. સોનિયાએ દાવો કર્યો કે, સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારીને લોકોના ઘા પર મીઠું ભભરાવી રહી છે. મનમોહન સિંહ શું બોલ્યા બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું, સીમા પર જે સંકટ છે તેની સામે જો મક્કમતાથી નહીં લડીએ તો ગંભીર હાલત પેદા થઈ શકે છે. સરકાર કોરોના મહામારીનો મુકાબલો જેની જરૂર છે તેવા સાહસ અને સ્તર પર નથી કરી રહી. બેઠકમાં કોણ કોણ થયું સામેલ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થઈ રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત અનેક નેતા સામેલ થયા છે.

Continues below advertisement