નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના ઘરે કામ કરના એક નોકરેતેના મુંબઈ સ્થિત ઘરમાંથી ચોરી કરી હતી, જેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ચોરીની એફઆઈઆર મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પીયૂષ ગોયલના ઘરેથી ચોરી કરવામાં આવેલ કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ પણ યુવક પાસેથી મળી આવ્યા છે.

ધરપકડ કરાયેલા આરોપીનું નામ વિષ્ણુકુમાર વર્મા હોવાનું બહાર આવ્યું છે. તેની પાસેથી થોડાક પૈસા અને હાર્ડડિસ્ક મળી છે. પોલીસને આશંકા છે કે આરોપીએ પોતાના ફોનથી કેટલીક મહત્વપૂર્ણ માહિતી કોઈને મોકલી છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

કહેવાય છે કે, આરોપી નોકર છેલ્લા 3 વર્ષથી કેન્દ્રીય મંત્રીના ઘરે કામ કરી રહ્યો હતો. હાલ આરોપીના ફોનને તપાસ માટે સાઇબર સેલ મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ ડિલિટ કરવામાં આવેલા ઈ-મૅલને રિકવર કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ ઉપરાંત, આરોપીના સાથીઓની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.