નવી દિલ્લી: સોમ્યા રેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર ટીપ્પણી કરવાના મામલે પૂર્વ જસ્ટીસ માર્કેડેય કાત્જુ પાસે સુપ્રીમ કોર્ટે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું વ્યક્તિગત રીતે કાત્જુ ઉપસ્થિત રહી જણાવે કે ગોવિંદાચામીને ફાંસીની સજા ન કરી શું ખોટુ કર્યું છે.


કોચી શોપિંગ મોલમાં 23 વર્ષીય કર્મચારી સોમ્યા પર અર્નાકુલમ-શોરનુર પસેંજર ટ્રેનની ખાલી મહિલા બોગીમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો 2011માં કરવામાં આવ્યો હતો. સોમ્યા ચાલતી ટ્રેનમાંથી નીચે ફેકી દેવામાં આવી હતી, બાદમાં જંગલમાં લઈને તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. સોમ્યાએ 6 ફેબ્રુઆરી 2011ના ત્રિસુરની સરકારી મેડીકલ કૉલેજમાં છેલ્લા શ્ર્વાસ લીધા હતા.

ગોવિંદાચામને ટ્રાયલ કોર્ટે મોતની સજા આપી હતી, જેને હાઈકોર્ટે 17 ડિસેમ્બર 2013ના ટ્રાયલ કોર્ટના ચૂકાદાને માન્ય રાખ્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે ગોવિંદાચામને હત્યાના આરોપમાંથી મુક્ત કરી માત્ર રેપ કેસનો આરોપી માન્યો હતો. જેના આધાર પર સુપ્રીમ કોર્ટે ફાંસીની સજાને આજીવન કારાવાસમાં બદલી હતી.

સુપ્રીમ કોર્ટના ચૂકાદાના એક દિસ બાદ પૂર્વ જસ્ટીસ માર્કેડેય કાત્જુએ ફેસબુક પર પોસ્ટ કરતા લખ્યું હતુ કે સુપ્રીમ કોર્ટે ગોવિંદાચામને હત્યાનો આરોપી ન ગણાવી કાનૂની રીતે ખૂબ જ મોટી ભૂલ કરી છે