પાકિસ્તાને ઘરઆંગણે થયેલી સર્જિકલ સ્ટ્રાઈકથી ગભરાઈ જઈને આતંકી સંગઠનોએ બદલો લેવા માટે કાશ્મીર ઘાટીમાં આતંકી હુમલાની જવાબદારી જૂના કાશ્મીરી આતંકીઓને સોંપવાનો નિર્ણય કર્યો છે. ગુપ્તચર રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નિષ્ક્રિય થયેલા આતંકી સંગઠનો જેવા કે અલ-ઉમર-મુઝાહિદ્દીન, હરકત અલ અંસાર, મુઝાહિદ્દીન, અલ બદર, ઈખ્વાન અલ મુઝાહિદ્દીન અને અલ જેહાદ ફોર્સને ફરીથી સક્રિય કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.
આઈએસઆઈએ જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિજ્બુલ મુઝાહિદીન જેવા મોટા આતંકી સંગઠનોને કાશ્મીર બહાર મોટા હુમલા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
કાશ્મીર ઘાટીમાં આતંકવાદના આ નવા પ્લાનની જવાબદારી મુઝફ્ફરાબાદ (પીઓકે)માં બેઠેલા અલ-ઉમર મુઝાહિદ્દીનના સરગના મુશ્તાક જરગરને સોંપવામાં આવી છે. મૂળ રૂપથી શ્રીનગરનો રહેવાસી મુશ્તાફ જરગર આતંકવાદનો જૂનો ચહેરો છે. જેને મસૂદ અજહરની સાથે IC 814 વિમાન અપહરણ કર્યા પછી કંધાર લઈને છોડ્યું હતું. આઈએસઆઈ કાશ્મીરીઓમાં મુશ્તાક જરગરની પકડનો ફાયદો ઉઠાવીને આતંકના આ નાપાક પ્લાનને સફળ બનાવવાના સપના જોઈ રહ્યું છે.