નવી દિલ્લી: ભારતને ચીન તરફથી એકવાર ફરીથી ફટકો લાગ્યો છે. ચીને ફરી પોતાના મિત્ર પાકિસ્તાનનો બચાવ કરતા કહ્યું કે, કોઈ ચોક્કસ દેશ કે ધર્મને આતંકવાદ સાથે જોડી ન શકાય. તે તેની વિરુદ્ધ છે.
ચીનનું આ નિવેદન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પાકિસ્તાનને આતંકવાદની જનની કહ્યાના જવાબમાં સામે આવ્યું છે. ચીને વૈશ્વિક સમુદાયને કહ્યું કે, તેઓ પાકિસ્તાનના મહાન બલિદાનોનું સમ્માન આપે. ચીને વધુમાં કહ્યું કે, તેમનો દેશ કોઈ પણ દેશને આતંકવાદ સાથે જોડવાના વિરુદ્ધ છે.
મોદીએ પાકિસ્તાન પર આતંકવાદને આશરો આપવાના આરોપ સાથે જોડાયેલા સવાલના જવાબમાં કહ્યું કે આતંકવાદના વિરોધ પર ચીનની સ્થિતિ સમાન છે. ચીને એકવાર ફરી સ્પષ્ટ કર્યું છે કે ચીન અને પાકિસ્તાન ગાઢ મિત્રો છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બ્રિક્સ દેશોના સમ્મેલનમાં પાકિસ્તાનને આતંકવાદના પોષણની ભૂમિ ગણાવી હતી. બ્રિક્સ સમ્મેલનમાં પીએમ મોદીએ એક તીરથી બે નિશાન સાંધ્યા છે. આતંકવાદ પર ચીનની સામે પાકિસ્તાનને બોધ આપતા કહ્યું કે, આતંકવાદ પાકિસ્તાનનું લાડકું બાળક છે.
ગોવામાં દુનિયાના 10 દેશોના રાષ્ટ્રધ્યક્ષોની સામે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પાકિસ્તાન પર જોરદાર હુમલો પણ કર્યો અને ઈશારા ઈશારામાં ચીનને શીખામણ પણ આપી દીધી. એટલે કે એક તીરથી બે નિશાન સાંધ્યા છે. બ્રિક્સ દેશોના સમ્મેલનના અંતમાં જાહેર સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, તમામ દેશોની જવાબદારી છે કે તેમના જમીનનો ઉપયોગ આતંકવાદ માટે ન થાય.