નવી દિલ્હીઃ ભારતમાં કોરોના (Covid-19) વિરૂદ્ધ રસી લેનાર લોકોની સંખ્યા 21 કરોડને પાર કરી ગઈ છે. જોકે, રસીથી ઇમ્યુનિટી, બન્ને ડોઝ વચ્ચેનો સમય કેટલો હોવો જોઈએ જેવા અનેક સવાલો છે, જેના વિશે લોકો અને નિષ્ણાંતોને પણ પૂરી જાણકારી નથી. દેશમાં હાલમાં કોવિશીલ્ડ (Covishield),સ્પૂતનિક -V (Sputnik-V) અને કોવેક્સીન (Covaxin) ને મંજૂરી આપવામાં આવી છે. સરકાર અનેક વિદેશી રસી બનાવતી કંપનીઓના સંપર્કમાં છે.


વિશ્વ સ્વાસ્થઅય સંગઠનના ડોક્ટર કૈથરીન ઓ બ્રાયન કહે છે કે, પ્રથમ ડોઝ લીધા બાદ અંદાજે 2 સપ્તાહની અંદર એક સારી ઇમ્યૂન પ્રતિક્રિયા શરૂ થાય છે. જ્યારે બીજો ડોઝ બાદ ઇમ્યૂન રિસ્પોન્સ વધુ ઝડપી થાય છે. ત્યાર બાદ વ્યક્તિની ઇમ્યુનિટી વધારે મજબૂત બને છે.


વૈજ્ઞાનિકો અનુસાર, રસીના બન્ને ડોઝ લીધા બાદ ઇમ્યુનિટીના ગાળાને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. ડોક્ટર કૈથરી કહે છે કે, હાલમાં એ જાણકારી નથી કે રસી લીધા પછી કેટલા સમય સુધી ઇમ્યુનિટી રહે છે. સાથે જ તેમણે કહ્યું કે, એ જાણવામાં હજુ થોડો સમય લાગશે.


હાલમાં મળેલી જાણકારી અનુસાર, ફાઈઝરની સી ઓછામાં ઓછા 6 મહિના અથવા તેનાથી વધારે સમય સુધી અસરકારક રહે છે. તેવી જ રીતે મોડર્નાના કેસમાં બીજો ડોઝ લીધા બાદ 6 મહિના સુધી ન્ટીબોડી મળે છે. ભારતમાં લગાવવામાં આવી રહેલ કોવિશીલ્ડ બાદ ઇમ્યૂન પ્રતિક્રિયા એક વર્ષ અથવા તેનાથી વધારે સમય સુધી રહી શકે છે. તેમણે કહ્યું, ‘હાલમાં અમે ન કહી શકીએ પરંતુ Oxford ChAdOx1 ટેકનીકનનો ઉપયોગ કરનારી રસી આવી ઇમ્યુન રિસ્પોન્સ તૈયાર કરી શકે છે, જે એક વર્ષ અથવા તેનાથી વધારે સમય સુધી રહી શકે છે’


રિપોર્ટ્સ આવ્યો હતો કે વેરિએન્ટ્સ વિરૂદ્ધ રસી પ્રભાવિત થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બન્ને ડોઝ બાદ ત્રીજા બૂસ્ટર ડોઝની જરૂરત રહેશે. કોવેક્સીન બનાવતી ભારતી બાયોટેકના બૂસ્ટર ડોઝ માટે ટ્રાયલ શરૂ કર્યું છે. ટ્રાયલમાં બીજો ડોઝ મેળી ચૂકેલ વ્યક્તિને 6 મહિના બાદ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. આ ટ્રાયલ સપ્ટેમ્બર અને ઓક્ટબર 2020માં થયું હતું.


જ્યારે ન્યૂયોર્ક ટડાઈમ્સમાં પ્રકાશિત બે સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના વાયરસથી ઇમ્યુનિટી એક વર્ષ સુધી રહે છે. જ્યારે રસીકરણ બાદ તેના આજીવન રહેવાની સંભાવના છે. તેનો મતલબ એ થયો કે કોવિડ-19માંથી બહાર આવેલ દર્દી અથવા પૂરી રીતે ઇમ્યુનાઈઝ્ડ વ્યક્તિને બૂસ્ટર ડોઝની જરૂરત નથી.