અમ્ફાન વાવાઝોડાના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદ રહેવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા 76 થઈ ગઈ છે. આ પૈકી 19 લોકોનાં મોત તો કોલકાતામાં જ થયા છે. બાંગ્લાદેશમાં 10 લોકોનાં મોત થયાં છે પણ આ આંકડો હજુ વધવાની શક્યતા છે. ઓડિશામાં એક પણ મૃત્યુ થયું નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીથી કોલકાતા જવા રવાના થઈ ગયા છે. તેઓ બંગાળ-ઓરિસ્સામાં એરિયલ સર્વે કરીને નુકસાનની માહિતી મેળવશે. બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પણ તે ચર્ચા કરશે.