નવી દિલ્લીઃ એર ઈંડિયાની ફ્લાઈટ મોડી પડતા કેંદ્રીય મંત્રી વૈકયા નાયડુની અગત્યની મીટીંગ મીસ થઈ જતા નાયડૂએ એર ઈંડિયાનો ખુલાસો માંગ્યો હતો. આ ઘટના બાદ એર ઈંડિયાએ ફ્લાઈટ મોડી પડવા બદલ માફી માંગી હતી. અને કારણ આપ્યુ હતુ કે, પાયલટ ટ્રાફિક જામમાં ફસાયો હતો. જેના કારણે ફલાઇટ મોડી થઈ. એર ઈંડિયાએ આ ઘટનાની તપાસના આદેશો આપી દીધા છે. સામાન્ય લોકો ફ્લાઈટ મોડી થવાનો ભોગ સામાન્ય રીતે નિયમિત બનતા હોય છે. પરંતુ કેંદ્રીય શહેરી વિકાસ મંત્રી વૈકયા નાયડૂ જે ફ્લાઈટમાં જવાના હતા તે મોડી પડતા તેઓ ગુસ્સે ભરાઈ ગયા હતા. વૈકયા નાયડૂએ કહ્યુ કે, એર ઈંડિયા સમજે તેવી આશા છે કે, આપણે સ્પર્ધાના યુગમાં છીએ, ફલાઈટ મોડી થવાના કારણે એક અગત્યની મીટીંગ મીસ થઈ ગઈ છે. નાયડુએ આવું કઈ રીતે બન્યુ તેનો ખુલાસો કરવા જણાવ્યુ છે અને કહ્યુ છે કે, અત્યારના સમયમાં પારદર્શીતા અને જવાબદેહી જરૂરી છે.