કોરોના વેક્સીન માટે વેક્સીની પ્રશાસન પર રાષ્ટ્રીય વિશેષજ્ઞ સમગૂબ (એનઈજીવીએસી)નું નેતૃત્વ કરનારા અને નીતિ આયોગના સદસ્ય વી કે પૉલે કહ્યું હતું કે હાલ વેક્સીનની કિંમત ન જણાવી શકાય. પરંતુ અમે વેક્સીન બનાવતી કંપનીઓને કિંમત અંગે સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. જે રીતે ટ્રાયલ આગળ વધશે સ્થિતિની જાણકારી મળી જશે. તેમણે એમ પણ કહ્યું કે એક વખત વેક્સીન આવી જશે પછી તેને લોકો સુધી પહોંચાડવા માટે પર્યાપ્ત સંસાધન છે.
કોરોનાની અલગ-અલગ વેક્સીનની કિંમત શું હોઈ શકે છે ?
એક રિપોર્ટના માધ્યમથી લગાવવામાં આવેલા અનુમાન મુજબ-
NOVAVAX- સીરમ ઈન્સ્ટીટ્યૂટ- કિંમત 240 રૂપિયા
OXFORD ASTRAZENECA- સીરમ ઈન્સ્ટીટ્યૂટ- કિંમત 1000 રૂપિયા
ભારત બાયોટેક- હાલ કોઈ જાણકારી નથી
રશિયાની વેક્સીન સ્પુતનિક V- હાલ કોઈ જાણકારી નથી.
વિશ્વ સ્તર પર સાતથી વધુ વેક્સીનનું પરિક્ષણ અંતિમ તબક્કામાં છે
મૉડર્નાની વેક્સીન
અમેરિકાની જૈન પ્રૌદ્યોગિકી કંપની મૉડર્ના ટૂંક સમયમાં પોતાની કોરોના વેક્સીન માર્કેટમાં લાવવાની છે. અમેરિકામાં એમઆરએનએ-1273 વેક્સીનના ત્રીજા તબક્કાના ટ્રાઈલમાં 30 હજાર વોલન્ટિયર્સ સામેલ થઈ રહ્યા છે. મોર્ડનાની વેક્સીન આગામી વર્ષના મધ્ય સુધીમાં લોકોને મળી શકે છે. ઘણા દેશોએ વેક્સીના માટે કંપનીને પહેલાજ કહી રાખ્યું છે.
ભારત બાયોટેકની વેક્સીન
હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક હાલ બે કોવિડ-19 વેક્સીન પર કામ કરી રહ્યું છે, જેમાં કોવાક્સિનનું પરીક્ષણ બીજા તબક્કામાં છે. અધ્યયનથી ખબર પડી કે આ રસી વોલન્ટિયર્સને મજબૂત પ્રતિરક્ષા આપવામાં સક્ષમ રહી છે. આઈસીએમઆર સાથે મળી ભારત બાયોટેક કોરોનાની વેક્સીનને તૈયાર કરી રહ્યું છે. આ વેક્સની પોતાના ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે તૈયાર છે.
ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની વેક્સીન
ઓક્સફોર્ડ યૂનિવર્સિટીની વેક્સીની પ્રોજેક્ટમાં સ્વીડનની ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા પણ સામેલ છે. આ વેક્સનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે. લોકો માટે આ વેક્સીન ડિસેમ્બરમાં ઉપલબ્ધ થશે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી છ મહિનામાં જ તમામ માટે આ ડોઝ ઉપલબ્ધ હશે. આ વેક્સીનને ભારતમાં કોવિશિલ્ડના નામથી વહેંચવામાં આવશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના અનુમાન અનુસાર એક જ ડોઝની કિંમત 250 રૂપિયા હોઈ શકે છે.
રશિયાની વેક્સીની સ્પુતનિક V
રશિયા ઓગસ્ટમાં સ્પુતનિક Vને નોંઘણી કરી COVID-19 વેક્સીનની રેસમાં પ્રથમ સ્થાન મેળવી લીધુ છે. પરંતુ આ વેક્સીનને લઈ અફવાઓ જોર પકડી રહી છે. બધુ જ યોગ્ય રહેશે, તો વેક્સીન જાન્યુઆરી 2021 સુધી લોકો માટે ઉપલબ્ધ થઈ શકે છે. સ્પુતનિક V વેક્સીનને મોસ્કો સ્થિત રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના વૈજ્ઞાનિકો અને રશિયાના રક્ષા મંત્રાલયે મળીને બનાવી છે. રશિયાના સોવરેશ વેલ્થ ફંડે ભારતને કોરોના વાયરસની સ્પુતનિક Vના 10 કરોડ ડૉઝ આપવાના કરાર કર્યા છે.