મુંબઇઃ મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અને એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારનો કોરોના વાયરસ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે હજુ અજીત પવારમાં કોરોનાના સામાન્ય લક્ષણો દેખાયા છે, એટલે તેમને ઘરે જ ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.


આ પહેલા એનસીપીના જનરલ સેક્રેટરીએ જાણકારી આપી હતી કે, ડેપ્યૂટી સીએમ અજીત પવાર કેટલાક કારણોસર એનસીપીના રાજ્ય કાર્યાલયમાં પદાધિકારી અને કાર્યકર્તાઓને નહીં મળી શકે. જોકે આનુ કારણ તેમને ન હતુ જણાવ્યુ.

ઉલ્લેખનીય છે કે ભારતમાં સંક્રમિતોની કુલ સંખ્યા 77 લાખને પાર પહોંચી ગઇ છે. જોકે આમાંથી 68 લાખ 74 હજાર લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 7 લાખ 15 હજાર પર આવી ગઇ છે. અત્યાર સુધી 1 લાખ 16 હજાર 616 દર્દીઓ પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે.