Indian Navy: થોડા દિવસો પહેલા, અરબી સમુદ્રમાં સોમાલીયન કિનારે ચાંચિયાઓએ MV Lila NorFolk જહાજને બંધક બનાવ્યું હતું. જેને ભારતીય નૌકાદળના સ્પેશિયલ ફોર્સના જવાનોએ છોડાવી લીધુ હતું અને જહાજમાં હાજર તમામ 21 લોકોને સુરક્ષિત બચાવી લેવાયા હતા. ભારતીય નૌકાદળનું આ ઓપરેશન સફળ રહ્યું.


દુનિયાના કોઈપણ દેશે જો પ્રગતિ કરવી હોય તો તે દેશની સૈન્ય અને ખાસ કરીને નૌકાદળનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે.ભારતીય નૌકાદળની ગણના વિશ્વની સૌથી શક્તિશાળી નૌકાદળમાં થાય છે. તેના ઇતિહાસની વાત કરીએ તો તે લગભગ 400 વર્ષ જૂનો છે. ચાલો જાણીએ કે ભારતીય નૌકાદળ કેટલી શક્તિશાળી છે.


વિશ્વની સાતમી સૌથી શક્તિશાળી સેના
જો આપણે દુનિયાની સૌથી શક્તિશાળી નેવીની વાત કરીએ તો ભારતીય નૌકાદળ 10 સૌથી શક્તિશાળી નૌકાદળમાં સાતમા સ્થાને છે. ભારતીય નૌકાદળની રચના લગભગ 400 વર્ષ પહેલા 1612માં થઈ હતી. ત્યારે તેને રોયલ ઈન્ડિયન નેવી કહેવામાં આવતી હતી. આ સેનાના વડા ભારતના રાષ્ટ્રપતિ હોય છે. જો ભારતીય નૌકાદળના મુખ્ય કાર્યોની વાત કરીએ તો તેમાં પરમાણુ યુદ્ધ અટકાવવાનો સમાવેશ થાય છે. દરિયાઈ બચાવ કામગીરી અને જો યુદ્ધ થાય તો સમુદ્રમાં ચાર્જ સંભાળવો.


ભારતીય નૌકાદળની તાકાત
જો ભારતીય નૌકાદળની તાકાતની વાત કરીએ તો નૌકાદળ પાસે બે એરક્રાફ્ટ કેરિયર છે. INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત. ભારતીય નૌકાદળ પાસે 11 થી વધુ બેઝ છે. જે આંદામાન અને નિકોબાર ટાપુઓ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, કેરળ, લક્ષદ્વીપ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને ગુજરાતમાં હાજર છે. ભારતીય નૌકાદળના સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાં એમ્યૂનિશન સપોર્ટ, લોજિસ્ટિક્સ, મેન્ટેનન્સ સપોર્ટ, માર્કોસ બેઝ, એર સ્ટેશન, ફોરવર્ડ ઓપરેટિંગ બેઝ, સબમરીન અને મિસાઈલ બોટ બેઝ વગેરે છે.


આટલો શક્તિશાળી છે કાફલો
આઠ ટેન્ક લેન્ડિંગ જહાજો, 12 વિધ્વંસક, 12 ફ્રિગેટ્સ, બે પરમાણુ બેલિસ્ટિક મિસાઈલ સબમરીન, 16 એટેક સબમરીન, 22 કોર્વેટ, આઠ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી, દસ મોટા ઓફશોર પેટ્રોલિંગ જહાજો, પાંચ ફ્લીટ ટેન્કર તેમજ સંખ્યાબંધ સહાયક જહાજો અને નાના મોટી પેટ્રોલ બોટો પણ હાજર છે.


તો બીજી તરફ દર વર્ષે ચોથી ડિસમ્બરે ભારતીય નૌસેના દિવસ ઉજવાય છે. વર્ષ-૧૯૭૧ માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ભારતના ભવ્ય વિજયના સંદર્ભે આ ઉજવણી થાય છે. પાકિસ્તાન સેનાએ ત્રીજી ડિસેમ્બરે આપણા દેશના હવાઈ ક્ષેત્રો તથા સરહદી વિસ્તારોમાં હુમલો કર્યો હતો. આ હુમલા પછી જ ભારત-પાકિસ્તાન વચ્ચે પૂર્ણકક્ષાનું યુદ્ધ શરૃ થયું હતું.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial