Heart attack:જે રીતે લાઇફસ્ટાઇલ બદલી રહી છે. તેવી જ રીતે બીમારીઓ પણ વધી રહી છે. હાર્ટ અટેકનું જોખમ પણ ઝડપથી વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ફેડરેશન મુજબ જે વ્યક્તિના પરિવારમાં તેમના નજીકના સંબંધી હાર્ટ અટેકના શિકાર થયા છે. તે વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટ અટેકનું જોખમ રહે છે. 


World Heart Federation મુજબ first-degree પુરૂષ એટલે કે, કોઇ વ્યક્તિના પિતા અથવા ભાઇ કોઇ પણ જો 55 વર્ષ પહેલા હાર્ટ અટેકના શિકાર થયા હોય તો આવી વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટ અટેકનો જોખમ રહે છે. બીજી ફર્સ્ટ ડિગ્રી મહિલા એટલે કે, મા અથવા બહેનને 65 વર્ષ પહેલા જો હાર્ટ અટેક આવ્યો હોય તો આવી વ્યક્તિને ભવિષ્યમાં હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે. જો માતા-પિતામાંથી કોઇને 55 વર્ષ પહેલા હાર્ટ અટેક આવ્યો હોય તો તેના બાળકોમાં હાર્ટ અટેકનું જોખમ અનેક ગણું વધી જાય છે. આવી વ્યક્તિમાં સામાન્ય વ્યક્તિની તુલનામાં આવી વ્યક્તિના સંતાનમાં હાર્ટ અટેકનું જોખમ 50 ટકા વધી જાય છે. 


પારિવારિક બીમારી પણ હાર્ટ અટેકનું કારણ
કોઇ પરિવારમાં cardiomyopathy નામની બીમારી હોય તો તેમનું હાર્ટ સ્ટ્રકચર અલગ હોય છે. અને તેનો હાર્ટમાં બ્લડના પંપિગ પર અસર થાય છે. આ સ્થિતિમાં હાર્ટની ધમનીઓમાં પણ સમસ્યા થાય છે.  આ સ્થિતિમાં શરીર ખુદ નિયંત્રિત ન કરી શકે અને ઇલાજની જરૂર રહે છે. બીજી બાજુ જો કોઇને coronary artery disease (CAD) તો આ એક આનુવાંશિક બીમારી છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ બને છે. જે હાર્ટને નુકસાન પહોંચાડે છે. જેને familial hypercholesterolemia (FH) કહે છે. આ પ્રકારની જેનેટિક સ્થિતિમાં ઇલાજ કરવાની જરૂરત રહે છે. આ બધી જ એવી સ્થિતિ છે. જેમાં હાર્ટ અટેકનું જોખમ રહે છે. આ સ્થિતિથી બચવાનો ઉપાય સમજી લઇએ. 


 પારિવારિક રિકોર્ટ ચેક કરો
જો માતા-પિતા ભાઇ બહેન કોઇને હાર્ટ અટેક થયો હોય તો ખુદના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો. રેગ્યુલર રૂટીન ચેકઅપ કરાવો. ડાયટ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. 


હેલ્ધી ડાયટ લો
હાર્ટના હેલ્થ માટે સૌથી પહેલા બેલેન્સ ડાયટ લેવું જરૂરી છે. સૈચુરેટેડ ફેટનો ઓછોમાં ઓછો ઉપયોગ કરો. બેકરી પ્રોડક્ટને અવોઇડ કરો. લીલા શાકભાજી અને ફળો ફિશનું સેવન કરો. 


નો સ્મોકિંગ
હાર્ટની બીમારી માટે સ્મોકિંગ દુશ્મન છે. એટલા માટે હાર્ટ અટેક જો પારાવારિક બેકગ્રાઉન્ડમાં હોય તો તરત જ સ્મોકિંગ બંધ કરી દેવું જોઇએ. 


નિયમિત એક્સરસાઇઝ
ઓછામાં ઓછું 30 મિનિટ કાર્ડોવાસ્કુલર એક્સરસાઇઝ કરો એટલે કે વોકિંગ રનિંગ અને સાઇક્લિંગ કરો. એક્સરસાઇઝથી વેઇટ પર નિયંત્રણ રહે છે. 


બ્લડ શુગર કન્ટ્રોલ કરો
હાર્ટ અટેકને રોકવા માટે  બ્લડ શુગરને કન્ટ્રોલમાં રાખવું જરૂરી છે.