પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પાણીપતથી LICની બીમા સખી યોજનાની શરૂઆત કરી હતી. મહિલાઓને રોજગારી આપવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. LICમાં મહિલા એજન્ટોની સંખ્યા અંદાજે 7.4 લાખ છે.


એલઆઈસીની બીમા સખી બનવા માંગતી તમામ મહિલાઓને સરકાર દ્વારા ત્રણ વર્ષની તાલીમ આપવામાં આવશે. સરકારે લક્ષ્‍યાંક રાખ્યો છે કે લગભગ 2 લાખ મહિલાઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. અરજી કર્યા પછી, મહિલાઓને તાલીમ માટે પસંદ કરવામાં આવશે. 3 વર્ષની તાલીમ બાદ પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ મહિલાઓ પણ વિકાસ અધિકારી બની શકશે.


ત્રણ વર્ષની તાલીમ દરમિયાન મહિલાઓને પૈસા પણ મળશે. જેમાં પ્રથમ વર્ષે 7000 રૂપિયા પ્રતિ માસ, બીજા વર્ષે 6000 રૂપિયા અને ત્રીજા વર્ષે 5000 રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. આ સિવાય મહિલાઓ કમિશનથી પણ કમાણી કરી શકે છે.


LIC ની બીમા સખી યોજના માટે પાત્રતા


18 થી 70 વર્ષની મહિલાઓ અરજી કરી શકે છે.


મહિલાઓએ ઓછામાં ઓછી 10મા ધોરણની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ.


LIC ની બીમા સખી યોજના માટે અરજી



અરજી કરવા માટે, વ્યક્તિએ જીવન વીમા નિગમની સત્તાવાર વેબસાઇટ https://licindia.in/test2 ની મુલાકાત લેવી પડશે.


ક્લિક કર્યા પછી, તમને 'Here for Bima Sakhi' પર ક્લિક કરવાનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો. જે બાદ ફોર્મ ખુલશે.


ફોર્મમાં તમામ જરૂરી માહિતી જેમ કે નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, સરનામું, ઈમેલ આઈડી કાળજીપૂર્વક ભરો.


જો તમે કર્મચારી, એજન્ટ, વિકાસ અધિકારી જેવી કોઈપણ રીતે LIC સાથે સંકળાયેલા હોવ, તો તમારે તેના વિશે પણ માહિતી દાખલ કરવી પડશે.  


શું છે બીમા સખી યોજના?


આ યોજનાનું નામ બીમા સખી યોજના છે. એટલે કે આમાં મહિલાઓને વીમા સંબંધિત કામ માટે સક્ષમ બનાવવામાં આવશે. આ યોજના દ્વારા, મહિલાઓને ભારતીય જીવન વીમા નિગમની બીમા સખી તરીકે નિયુક્ત કરવામાં આવશે એટલે કે તેમને LICના એજન્ટ બનાવવામાં આવશે. આ યોજનામાં જોડાયા બાદ મહિલાઓ લોકોનો વીમો કરાવી શકશે. સરકારની આ યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓને ઘણો ફાયદો થશે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે નોકરી અને રોજગારીની તકો સામાન્ય રીતે ઘણી ઓછી હોય છે. આવી સ્થિતિમાં સરકારની આ યોજના આ મહિલાઓને આત્મનિર્ભર બનવાની તક આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ડિસેમ્બરે હરિયાણાના પાણીપતથી આ યોજનાની શરૂઆત કરશે.


મળશે આટલા હજાર રૂપિયા


બીમા સખી યોજના હેઠળ મહિલાઓને 7,000 થી 21,000 રૂપિયા સુધી દર મહિને આપવામાં આવશે. યોજનાની શરૂઆતમાં મહિલાઓને દર મહિને 7,000 રૂપિયા આપવામાં આવશે. બીજા વર્ષે આ રકમ 1,000 રૂપિયા ઓછી કરીને 6,000 રૂપિયા કરવામાં આવશે. ત્રીજા વર્ષે 5,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. સાથે જ મહિલાઓને 21,000 રૂપિયાનું અલગ યોગદાન પણ આપવામાં આવશે.  


Aadhaar Registered Mobile Number: આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર ભૂલી ગયા? 2 મિનિટમાં આ રીતે મેળવો