Har Ghar Tiranga: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા લહેરાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગો લહેરાવીને આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવે છે. ભારતના સૌથી ભવ્ય તહેવારની ઉજવણી માટે ભારતીય ટપાલ વિભાગ ભારતીય રાષ્ટ્ર ધ્વજ રૂ. 25/- (20 ઇંચ x 30 ઇંચ) માં ઉપલબ્ધ કરવામાં આવી રહ્યો છે. તમામ લોકોને તિરંગો મળી રહે તે માટે પોસ્ટ વિભાગ તરફથી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
પોસ્ટ વિભાગ મુજબ અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા ત્રણ દિવસમાં 30,000 તિરંગાનું વેચાણ અને ઓર્ડર મળી ચૂક્યો છે. તિરંગો ખરીદવો હોય તો પોસ્ટ ઓફિસમાં પણ જઈને લોકો તેની ખરીદી કરી શકશે, સાથે જ ઓનલાઇન ઓર્ડર કરીને પોસ્ટમેન મારફતે પણ ઝંડો પોતાના ઘરે લોકો મંગાવી શકે એ પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકો ભારતીય ટપાલ વિભાગની વેબસાઈટhttps://www.indiapost.gov.in/ અથવા ઈ-પોસ્ટ ઓફીસની વેબસાઈટ https://www.epostoffice.gov.in/નો સંપર્ક કરીને રાષ્ટ્રધ્વજની ખરીદી ઈ-પોસ્ટ ઓફીસ પોર્ટલ પર સીધી ચુકવણી કરીને કરી શકે છે.
પોસ્ટ ઓફિસમાંથી રાષ્ટ્ર ધ્વજ મળી રહે તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. 25 રૂપિયામાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ મળશે. 20x30 ઈંચમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છે. કોઈપણ વ્યક્તિ ધ્વજને ખરીદવા માટે તેમની નજીકની પોસ્ટ ઓફીસનો સંપર્ક કરી 'તિરંગા' ને તેમના ઘરે લાવી શકે છે.
ઉપરાંત ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત, જાહેર જનતા માટે પોસ્ટ ઓફિસમાં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. જેથી લોકો ‘તિરંગા સાથે સેલ્ફી’ને સોશિયલ મીડિયા ઉપર ‘India Post’ અને ‘Amrit Mahotsav’ના હેન્ડલ #IndiaPost4Tiranga, #HarGharTiranga અને #AmritMahotsav હેશ્ટેગ્સ પર ટેગ કરીને અપલોડ અને શેર કરી શકે છે.