Commonwealth Games 2022 Medal Tally: બર્મિઘમમાં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ઓસ્ટ્રેલિયા (Australia) બાદ યજમાન ઇંગ્લેન્ડે (England) પણ ગૉલ્ડ મેડલની ફિફ્ટી લગાવી દીધી છે. ઇંગ્લેન્ડના ખેલાડીઓએ કૉમનવેલ્થ ગેમ્સના 9માં દિવસે પોતાનો 50મો ગૉલ્ડ જીત્યો છે. યજમાન દેશ હાલ કુલ 148 મેડલની સાથે બીજા સ્તાન પર છે. અહીં પહેલો નંબર પર ઓસ્ટ્રેલિયાનો છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ અત્યાર સુધી 59 ગૉલ્ડ મેડલની સાથે કુલ 155 મેડલ પોતાના નામે કરી ચૂક્યા છે. 

કેનેડાના ખેલાડીઓ પણ આ કૉમનવેલ્થ ગેમ્સમાં દમદાર રમત રમી રહ્યાં છે. તે અત્યાર સુધી 84 મેડલ જીતી ચૂક્યા છે. જોકે, આમાં ગૉલ્ડ માત્ર 22 જ છે. અહીં ન્યૂઝીલેન્ડ 17 ગૉલ્ડની સાથે કુલ 44 મેડલ જીતીને ચોથા નંબર પર છે. વળી, ભારત 13 ગૉલ્ડ સહિત કુલ 40 મેડલની સાથે પાંચમા નંબર પર છે. 

અત્યાર સુધી 223 ગૉલ્ડ મેડલનો ફેંસલો થઇ ચૂક્યો છે. આગામી બે દિવસોમાં 57 ગૉલ્ડ મેડલનો ફેંસલો થવાનો બાકી છે. ભારતીય એથ્લેટ અહીં બૉક્સિંગ, ટેબલ ટેનિસ અને બેડમિન્ટન જેવી રમતોમાં ગૉલ્ડનો વરસાદ કરી શકે છે. 9 દિવસ બાદ આવી છે કૉમનવેલ્થ ગેમ્સ 2022ની મેડલ ટેલી.. 

કૉમનવેલ્થ ગેમ્સ 2022 મેડલ ટેલી - 

રેન્ક દેશ ગૉલ્ડ સિલ્વર બ્રૉન્ઝ ટૉટલ મેડલ
1 ઓસ્ટ્રેલિયા 59 46 50 155
2 ઇંગ્લેન્ડ 50 52 46 148
3 કેનેડા 22 29 33 84
4 ન્યૂઝીલેન્ડ 17 12 15 44
5 ભારત 13 11 16 40
6 નાઇઝિરિયા 9 8 13 30
7 સ્કૉટલેન્ડ 8 9 24 41
8 દક્ષિણ આફ્રિકા 7 8 11 26
9 મલેશિયા 6 5 4 15
10 જમૈકા 6 4 2 12