કોરોનાની મહામારીની બીજી લહેર શ્વાસ રોંધી રહી છે. સ્થતિ એ છે કે,આજે ટ્રેન અને પ્લેન મારફત ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે.  જો કે ઓક્સિજન તો હવામાં મોજૂદ છે તો પછી તેના માટે આટલો સંઘર્ષ કેમ?? મેડિકલ ઓક્સિજન હવામા મોજૂદ ઓકસિજનથી  કઇ રીતે અલગ હોય છે અને કેવી રીતે કે લિક્વિડ ફોર્મમાં તૈયાર થાય છે. જાણીએ...


હવામાં 21 ટકા ઓક્સિજન હોય છે જ્યારે નાઇટ્રોજન 78 ટકા  હોય છે. જ્યારે એક ટકા અન્ય ગેસ હોય છે. હવામાં મોજૂદ ઓક્સિજનની જ મેડિકલ ઓક્સિજન તૈયાર કરાવમાં આવે છે. સૌ પ્રથમ હવામાંથી ઓક્સિજનને અલગ કરવામાં આવે છે. બીજા તબક્કામાં હવાને કમ્પ્રેસ કરીને તેને ફિલ્ટર કરાઇ છે.ત્રીજા તબક્કામાં તેને વધુ શુદ્ધ કરવામાં આવે છે.તેને ગરમ અને ઠંડું કરીને તેને ડિસ્ટિલ કરવામાં આવે છે.આ પ્રક્રિયા બાદ ઓક્સિજન લિકવિડ બની જાય છે.  ત્યારબાદ લિક્વિડ  ઓક્સિજન પંપ દ્રારા તેને સિલિન્ડરમાં ભરવામાં આવે છે. લિક્વિડ ઓક્સિજનને ટેન્કરમાં ભરીને સપ્લાય કરાઇ છે.


સામાન્ય રીતે ઓક્સિજનની સપ્લાય રોડ માર્ગેથી જ થાય છે  જો કે હાલ રેલ અને હવાઇ માર્ગે પણ તેની સપ્લાય કરી દેવાઇ છે. જેથી ઝડપથી દર્દી સુધી ઓક્સિજનને પહોંચાડી શકાય.ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન અને મેડિકલ ઓક્સિજનમાં વધુ ફરક નથી. તેથી જ મહામારીમાં ઔદ્યોગિક એકમોમા વપરાતા ઓક્સિજનને હોસ્પિટલમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનિય 200 બેડવાળી હોસ્પિટલ માટે  ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે 150 કરોડનો ખર્ચ થાય છે. અંદાજિત આઠ મહિનામાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર થઇ શકે છે. જો કે ગત વર્ષની કોરોનાની સ્થિતિ બાદ પણ સરકારે બોધ પાઠ ન લીધો, પ્લાન્ટની જાહેરાત તો થઇ પરંતુ ન બની શક્યા અને તેનું પરિણામ આજે આપણી સમક્ષ છે.


આજે કોવિડ -19ની બીજી લહેર વધુ ખતરનાક હોવાથી ઓક્સિજનની સતત જરૂર પડી રહી છે. આ સ્થિતિમાં ઓક્સિજન માટે દર્દીના સ્વજોને ફાંફા મારવા પડી રહ્યાં છે. આજે સ્થિતિ એવી ઉભી થઇ છે કે, ઇન્સ્ટ્રીમાં વપરાતો ઓક્સિજનને મેડિકલ યુઝ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.