નવી દિલ્લી: હૈદરાબાદ સેંટ્રલ યુનિવર્સિટીમાં આત્મહત્યા કરનાર સ્ટુડેંટ રોહિત વેમુલા દલિત નહોતો. આ વાત માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્ધારા ઘટનાની તપાસ કરી રહેલી પેનલે કહ્યું છે. પેનલે જણાવ્યું હતું કે, રોહિત વેમુલાની શેડ્યુલ કાસ્ટ (SC) કોમ્યુનિટીની નહોતી. આ પેનલ રોહિત સુસાઈટ કેસની તપાસ માટે બનાવવામાં આવી હતી. તેમનું કામ રોહિતે શા માટે સુસાઈટ કરવાનો વિકલ્પ પસંદ કર્યો તે શોધવાનું હતું. જે પેનલે એ વાત કહી છે કે આ સીટના મુખ્ય વડા ઈલાહાબાદ કોર્ટના જજ એના રૂપનવાલ હતા. તેમને સ્મૃતિ ઈરાનીએ તપાસ માટે પસંદગી કરી હતી. તેમને ઓગસ્ટના પહેલા સપ્તાહમાં આ કેસની રિપોર્ટ યુનિવર્સિટી ગ્રાંટ કમીશન (યૂજીસી)ને સોંપી છે.


રિપોર્ટમાં સામે આવેલી માહિતી પ્રમાણે પહેલા કેંદ્રીય મંત્રી સુષમા સ્વરાજ અને થાવરચંદ્ર ગહલોત પણ આ વાતને કહી ચૂક્યા છે. બન્ને મંત્રીઓએ કહ્યું હતું કે રોહિત SC નહીં પરંતુ અદર બેકવર્ડ ક્લાસ (OBC)નો હતો. ત્યારે રોહિતની જાતિ વાડેરા બતાવવામાં આવી રહી હતી. આ કેસમાં રોહિતની જાતિ એટલા સ્પષ્ટ થવી જરૂરી છે કારણ કે કેસમાં કેંદ્રીય મંત્રી બંડારૂ દત્તાત્રેય અને હૈદરાબાદ યુનિવર્સિટીના વાઈસ ચાંસેલર અપ્પા રાવના નામનો પણ સમાવેશ થાય છે. બન્ને વિરુદ્ધ SC/ST એક્ટ પ્રમાણે એક ફરિયાદ પણ નોંધાઈ છે.