નવી દિલ્હીઃ કાનપુર જિલ્લાના નર્વલ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા નરૌરા ગામમાં એક ખતરનાક ઘટના બની છે. ગામમાં રહેતા રાજેશ કુરીલને શંકા હતી કે તેની પત્નીને ફોઈના છોકરા મનીષ સાથે ગેરકાયદેસર સંબંધ છે સંબંધમાં મનીષ અને સુનીતા દિયર-ભાભી થતા હતા. પરંતુ લગ્નેત્તર સંબંધના કોઇ પૂરાવા મળતા ન હોવાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. જેથી મનીષ તેમના ઘરે આવતો જતો બંધ થઈ ગયો હતો, થોડા દિવસો બાદ મનીષની ફરીથી રાજેશના ઘરે આવન-જાવન ચાલુ થઈ હતી અને આ વખતે રાજેશે પૂરતી તૈયારી કરી રાખી હતી.


બધા લોકો મોડી રાત સુધી જાગ્યા અને ઊંઘી ગયા પરંતુ રાજેશની નીંદર આવતી નહોતી. જેમ જેમ રાત ઘેરી બનતી ગઈ તેમ તેમ રાજેશનો શક વધુ મજબૂત બનતો ગયો. આ બાજુ મોકાની શોધમાં ફરી રહેલી રાજેશની પત્ની સુનીતા અને મનીષને લાગ્યું કે ઘરના તમામ લોકો ગાઢ નિંદ્રામાં પોઢી ગયા છે ત્યારે તેઓ એક બેડ પર જતા રહ્યા. આ વાતનો અંદાજ આવતા રાજેશ કંઈ ન બોલ્યો પરંતુ થોડીવાર પછી જાત પરનો કાબુ ગુમાવી બેઠો.

રાજેશે ઘરમાં રાહેલા તીક્ષ્ણ હથિયારથી પહેલા મનીષ પર હુમલો કર્યો અને તેને મોતને ઘાટ ઉતારી દીધો. જ્યારે તેની પત્નીએ ઘરમાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને પણ ન છોડી અને હત્યા કરી દીધી.  બંનેની હત્યા કર્યા બાદ રાજેશ ખુદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો અને ઘટનાની જાણકારી આપી. પોલીસને આ સાંભળ્યા બાદ પ્રથમ તો વિશ્વાસ જ ન થયો.

ઘટનાની પુષ્ટિ કર્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી અને હત્યારા રાજેશની ધરપકડ કરી. પોલીસે બંને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી.

રાજ્યના CNG ચાલકો આનંદો, લાંબીલાઈનમાં ઉભા રહેવાથી મળશે મુક્તિ, વધુ 214 CNG સ્ટેશન્સ થશે શરૂ

ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ, જાણો ક્યારથી શરૂ થશે શિયાળો