નવી દિલ્હી: હૈદરાબાદમાં બોનાલૂ ફેસ્ટિવલ દરમિયાન એક પોલીસ ઓફિસરને કિસ કરવાનાં આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. આ ઘટના 28 જુલાઇનાં રવિવારે બની હતી. 28 વર્ષિય એક વ્યક્તિ કથિત રીતે દારૂનાં નશામાં હતો જ્યારે તેણે આ હરકત કરી. આરોપીની હાલમાં અટકાયત કરી લેવામાં આવી છે.


પોલીસ ઓફિસરને કિસ કરતો તે વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે. વીડિયોમાં નજર આવે છે કે, કેટલાંક લોકોનું એક ગ્રુપ રોડ પર ડાન્સ કરી રહ્યું હતું. અને તે જ સમયે એક યુવક ડાન્સ કરતાં કરતાં પોલીસને જુએ છે અને તેને જઇને ભેટી પડે છે. અને પોલીસને કિસ કરી લે છે. જે બાદ તુરંત જ પોલીસકર્મી તેને ધક્કો મારે છે. પોતાનાંથી અલગ કરી દે છે. અને એક થપ્પડ મારે છે.


તપાસ મુજબ આરોપી એક અંગત બેંકમાં કામ કરે છે. નલ્લાકુંતાલા પોલીસ સ્ટેશનનાં ઇન્સપેક્ટર મુરલીધરે કહ્યું કે, તેમણે IPCની કલમ 353 હેઠળ કેસ દાખલ કર્યો હતો. આરોપીની હાલમાં અટકાયત કરી લેવાઇ છે.  બોનાલૂ હૈદરાબાદનો એક હિન્દૂ ફેસ્ટિવલ છે. જે દર વર્ષે તેલંગાણામાં ઉજવવામાં આવે છે અને તેમાં ઘણાં લોકો ભેગા તાય છે. આ ફેસ્ટિવલ 28 જુલાઇએ સમાપ્ત થતો હતો.


માલિક ગુમ થતાં CCDના શેરમાં બોલ્યો મોટો કડાકો, એક જ ઝટકામાં રોકાણકારોના ડૂબી ગયા અધધ કરોડ રૂપિયા, જાણો વિગતે


વિશ્વના સર્વશ્રેષ્ઠ CEOના લિસ્ટમાં મુકેશ અંબાણી સહિત બે ગુજરાતીનો સમાવેશ, જાણો વિગતે