આ વચ્ચે પીડિતાની માતાએ તમામ આરોપીઓને જીવતા સળગાવવાની માંગ કરી છે. પરિવારજનોએ કહ્યું કે સાઇબરાબાદ પોલીસ તેમને દોડાવતી રહી. જો તેમણે તત્કાળ કાર્યવાહી કરી હોત તો પીડિતાને બચાવી શકાઇ હોત. પીડિતાની માતાએ કહ્યું કે, મારી દીકરી ખૂબ માસૂમ હતી. હું ઇચ્છું છું કે દોષિતોને જીવતા સળગાવી દેવામાં આવે.
પીડિતાની બહેને કહ્યું કે, એક પોલીસ સ્ટેશને બીજા પોલીસ સ્ટેશન જવામાં અમારો ઘણો સમય બરબાદ થઇ ગયો. જો પોલીસે સમય વેડફાવ્યા વિના કાર્યવાહી કરી હોય તો મારી બહેન આજે જીવતી હોત. નોંધનીય છે કે મહિલા ડોક્ટરનો મૃતદેહ હૈદરાબાદ-બેગલુરુ હાઇવે પર મળ્યો હતો. આરોપીઓએ ડોક્ટરની લાશને સળગાવીને ફ્લાઇઓવર નીચે ફેંકી દીધી હતી. વાસ્તવમાં મહિલા ડોક્ટર રાત્રે પોતાના ઘરે પાછી ફરી રહી હતી ત્યારે રસ્તામાં તેની સ્કૂટીમાં પંચર પડ્યુ હતું. દરમિયાન આરોપીઓએ તેને એકલી જોઇને તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો.