તેલંગણા: હૈદરાબાદમાં મહિલા વેટનરી ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યાની ઘટનાને પગલે દેશભરમાં ભારે આક્રોશ છે. લોકો સોશિયલ મીડિયાથી લઈ રસ્તાઓ પર વિરોધ કરી કર્યાં છે અને આરોપીઓને કડક સજા આપવાની માંગ કરી છે. ત્યારે આ ઘટનાના 72 કલાક બાદ પોલીસ એક્શનમાં આવી છે. એફઆરઆઈ નોંધવામાં આનાકાની કરનાર પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.


સાઈબરાબાદ કમિશ્નરે ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. જેમાં શમશાબાદ પોલીસ સ્ટેશન પર તૈનાત એક સબ ઇન્સપેક્ટર અને રાજીવ ગાંધી એરપોર્ટ પોલીસ સ્ટેશન પર તૈનાત બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. આ પોલીસકર્મીઓને એફઆઈઆઈ લખવામાં મોડું કર્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર મહિલા ડૉક્ટર ગુમ થવા સંબંધીત મામલે ફરિયાદ નોંધવામાં મોડું થયું હતું. તપાસમાં સામે આવ્યું છે આ પોલીસકર્મીઓએ ફરિયાદ નોંધવામાં મોડું કર્યું હતું.

આ પહેલા ગેંગરેપ અને હત્યાના કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય આરોપીઓને કોર્ટે 14 દિવસની જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. ચારેય યુવકો પર આરોપ છે કે ગેંગરેપને અંજામ આપ્યા બાદ યુવતીને આગને હવાલે કરી દીધી હતી.