નવી દિલ્લીઃ પૂર્વાચલમાં બીજેપીનો સૌથી મોટો ચહેરો મનાતા યોગી આદિત્યનાથે કહ્યુ હતું કે, આગામી વર્ષે ઉત્તરપ્રદેશમાં યોજાનારી ચૂંટણીમાં તેઓ મુખ્યમંત્રીની રેસમાં નથી, તેઓ યોગી છે તો યોગી જ રહેશે.
પાર્ટીનું એક જૂથ ખાસ કરીને હિન્દુવાદી જૂથ ઇચ્છે છે કે યોગીને ચૂંટણીમાં આગળ કરવામાં આવે. કાનપુરમાં યોજાયેલી સંઘની બેઠક બાદ અનેક સંગઠનોએ મોહન ભાગવત સાથે મુલાકાત કરી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની માંગ કરી હતી. પરંતુ આજે યોગી આદિત્યનાથે એમ કહીને આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકી દીધું હતું કે, તેઓ સીએમની રેસમાં નથી.. યોગી આદિત્યનાથે કહ્યું કે, બીજેપીનો ઉત્તરપ્રદેશની ચૂંટણીમાં ચહેરો કોણ હશે તેનો નિર્ણય બીજેપી સંસદીય બોર્ડ કરશે. હું કોઇ ચહેરો નથી. પાર્ટીનો કાર્યકર્તા છું, સાંસદ છું અને એક સાંસદ તરીકે પાર્ટી ઇચ્છશે ત્યાં પ્રચાર કરીશ