નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટર પર રાજીનામાની જાહેરાત કરીને ચાર પેજનો લેટર લખ્યો હતો. જેમાં તેમણે લોકસભા ચૂંટણીમાં હાર માટે ખુદને જવાબદાર ગણાવ્યા હતા. પાર્ટીને બેઠી કરવા માટે કડક ફેંસલા લેવા જરૂરી છે. રાહુલે લેટરમાં કોંગ્રેસ નેતાએ પર પણ નિશાન સાધ્યું હતું.


તેમણે લેટરમાં લખ્યું કે, પાર્ટી ઝડપથી નવા પ્રમુખ પસંદ કરી લે. લોકસભા ચૂંટણીમાં મળેલી હારની જવાબદારી લેતા રાહુલે 25મેના રોજ રાજીનામું આપવાની રજૂઆત કરી હતી. બુધવારે રાહુલ ગાંધીએ કહ્યું કે, પાર્ટીમાં જલદીથી અધ્યક્ષ પદ માટે ચૂંટણી થવી જોઈએ. હવે હું આ પદ પર નથી. રાહુલે એમ પણ કહ્યું કે,  પાર્ટીના નવા અધ્યક્ષની એક મહિના પહેલા જ વરણી થઈ જવી જોઈતી હતી.


આ સિવાય રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટના બાયોડેટા પરથી પર કોંગ્રેસ અધ્યક્ષ હટાવી દીધું છે.


હું હવે કોંગ્રેસ અધ્યક્ષ નથી, જલદીથી ચૂંટણી થવી જોઈએઃ રાહુલ ગાંધી