બેંગ્લુરુઃ કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ રાજીનામાની જાહેરાત કરી છે. એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું મેં રાજીનામાનો નિર્ણય કર્યો છે. લંચ બાદ રાજ્યપાલને મળીશ. યેદિયુરપ્પા બાદ કર્ણાટકના આગલ સીએમ કોણ બનશે તેને લઈને ભાજપના હાઈકમાને હજું સુધી કોઈ નામ જાહેર કર્યુ નથી.


કોણ છે બની શકે છે નવા મુખ્યમંત્રી


કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે કેન્દ્રીય કોલસા, ખનન તથા સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી અને રાજ્ય સરકારમાં ખનન મંત્રી તથા ઉદ્યોગપતિ એમઆર નિરાનીનું નામ મોખરે છે.  જોકે આ બન્ને નેતાઓએ કહ્યું છે કે હજું સુધી તેમને આ અંગે કોઈ જાણકારી નથી.






ભાજપ માટે આવનારાં દસથી પંદર વર્ષ સુધી કામગીરી કરતો રહીશઃ યેદિપુરપ્પા


યેદિયુરપ્પએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, તેમણે બે મહિના પહેલાં જ રાજીનામાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કર્ણાટક ભાજપમાં મોટાભાગના હોદ્દાઓ પર કામ કર્યુ છે અને આટલા હોદ્દાઓ પર લગભગ કોઇએ કામ નહીં કર્યું હોય. જેના માટે તેઓ કેન્દ્રીય નેતાગીરીના આભારી છે. 26મી જુલાઇએ તેમની સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે. યેદુયુરપ્પાએ કહ્યું હતું કે 2023માં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી છે અને આગામી બે વર્ષ સુધી તેમનું એકમાત્ર લક્ષ્ય એ જ રહેશે કે તેઓ ભાજપને ફરી સત્તામાં લાવે. કેન્દ્રીય નેતૃત્વ ઇચ્છશે તો તેઓ મુખ્યમંત્રી પદે રહેશે અને અને જો તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવશે તો તેઓ રાજીનામું આપી દેશે. જો પાર્ટી હાઇકમાન્ડ તરફથી આ મુદ્દે કોઇ નિર્ણય નહીં લેવામાં આવે તો તેઓ ખુદ કોઇ નિર્ણય લેશે તેવું નિવેદન યેદિયુરપ્પાએ આપ્યું હતું.