ઢાકાઃ દુનિયાભરમાં કોરોનાએ તબાહી મચાવી દીધી છે. હજુ પણ ઘણાબધા દેશોમાં તેની અસર યથાવત છે. ત્યારે આ બધાની વચ્ચે ભારત માટે એક ખરાબ સમાચાર છે, કેમકે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યુ છે. ઇદ-અલ-અઝહાની રજાઓ બાદ મોતો અને સંક્રમણની વધતી સંખ્યા પર ચિંતાઓની વચ્ચે બાંગ્લાદેશની સરકારે રવિવારે ચેતાવણી આપી છે. સરકારે કહ્યું કે જો કોરોનાના કેસો હાલની જે ગતિથી વધી રહ્યાં છે, તે પ્રમાણે વધતા રહેશે તો હૉસ્પીટલમાં દર્દીઓ માટે કોઇ જગ્યા નહીં બચે. બાંગ્લાદેશમાં એકવાર ફરીથી કોરોનાના નવા કેસોમાં સતત વધારો દેખાઇ રહ્યો છે. દેશમાં રવિવારે 228 વધુ ઘાતક અને 11,291 નવા કેસો નોંધાયા છે. 


બાંગ્લાદેશમાં સરકારે ગયા અઠવાડિયે ઇદ-અલ-અઝહાને ધ્યાનમાં રાખીને કડક લૉકડાઉનમાં છુટછાટ આપી હતી. શુક્રવારે કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે 14 દિવસનુ દેશવ્યાપી લૉકડાઉન લાગુ કરી દેવામાં આવ્યુ. ધ ડેલી સ્ટાર અખબાર અનુસાર સ્વાસ્થ્ય મંત્રી ઝાહિદ માલેકે કહ્યું કે, તાજા કેસોને ઓછા કરવા માટે ચાલી રહેલા લૉકડાઉન દરમિયાન પ્રતિબંધોનુ પાલન કરવુ જોઇએ. 


ઝાહેદ માલેકે કહ્યું કે -અમે નથી ઇચ્છતા કે દર્દીઓની સંખ્યા વધે, દર્દીઓની સંખ્યાને ઓછી કરવા માટે આપણે સંક્રમણને ઓછુ કરવુ પડશે. તેમને દેશમાં કેટલાય શહેરોમાં વધતા સંક્રમણ પર ચિંતા વ્યક્ત કરતા ચેતાવણી આપી- જો આ રીતે સંક્રમણ વધતુ રહેશે તો હૉસ્પીટલોમાં કોઇ જગ્યા નહીં બચે. માલેક બંગબંધુ શેખ મઝીબ મેડિકલ યુનિવર્સિટી (બીએસએમએમયુ) કન્વેન્શન સેન્ટરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. 


સ્વાસ્થ્ય મંત્રી કહ્યું- જો કોરોના વાયરસની સ્થિતિને નિયંત્રણમાં નહીં લાવવામાં આવે, તો આ દેશની અર્થવ્યવસ્થાને નુકશાન પહોંચાડશે. જે અમે નથી ઇચ્છતા, એટલા માટે સ્વાસ્થ્ય સુરક્ષા નિયમોનુ પાલન કરવાનો કોઇ ઓપ્શન નથી. 


શનિવારે ભારતે ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનમાં 200 ટન તરલ ચિકિત્સકીય ઓક્સિજનનો જથ્થો બાંગ્લાદેશ મોકલ્યો હતો. બાંગ્લાદેશમાં કૉવિડ-19 કેસો વિશે વિવરણ આપતા સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાયલે રવિવારે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 228 લોકોન મોત થઇ ગયા, જેનાથી દેશમાં મરનારાઓની સંખ્યા વધીને 19,274 થઇ ગઇ છે. ઢાકામાં 69 મોતો થઇ. આમાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા 24 કલાક દરમિયાન 30.04 ટકાના સંક્રમણ દરની સાથે 11,291 નવા કેસો સામે આવ્યા, જેનાથી દેશમાં કુલ કેસો વધીને 11,64,635 થઇ ગયા છે.