જયપુરઃ પાકિસ્તાનની પકડમાંથી આશરે 60 કલાક બાદ પરત ફરેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની દેશમાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરાએ કહ્યું કે, રાજ્યના સ્કૂલના વિદ્યાર્થીઓએ એરફોરસના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની સ્ટોરી જાણવી જોઈએ. રાજસ્થાન સરકાર આ અંગે સ્કૂલ અભ્યાસક્રમમાં તેમની બહાદુરીના કિસ્સાની વાત ઉમેરવાનો ફેંસલો કર્યો છે. મંત્રીએ કહ્યું કે, આનાથી બાળકોને પ્રેરણા મળશે. તેમણે આ અંગેનું ટ્વિટ પણ કર્યું છે.


આ પહેલા જ્યારે પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા ત્યારે તેમણે કહ્યું હતું કે, સરકાર આ અંગેનો પાઠ અભ્યાસક્રમમાં સામેલ કરવાની વિચારણા કરી રહી છે.

પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકના 8 પુરાવા, જુઓ વીડિયો


બાલાકોટમાં એર સ્ટ્રાઇકમાં 250 આતંકીઓ માર્યા ગયાઃ વી.કે. સિંહ