નવી દિલ્લી: મેડ ઈન ઈંડિયા યોજના અનુસંધાને કોઈપણ યુદ્ધની સ્થિતિમાં નિપટવા માટે ભારતીય વાયું સેના ખરાબ મિગ ફાઈટર જેટની જગ્યાએ આધુનિક ન્યૂ ફ્લીટ તૈયાર કરવામાં લાગ્યું છે. આ દિશામાં આગળ વધવા માટે આઈએએફએફ પાસે બે વિકલ્પ છે. ભારત અમેરિકી કંપની લૉકહિડ અથવા સ્વીડિશ કંપની ગ્રીપન સાથે કરાર કરે, અથવા તો મલ્ટીપલ વેંડર સિચ્યુએશનમાં બિડ માટે બીજા દેશોના ફાઈટર જેટ બાનાવવાવાળી કંપનીને પણ આમંત્રિત કરે. યૂપીએ 2 ના કાર્યકાળ દરમિયાન 2010માં પણ સિંગલ એંજિન ફાઈટર જેટ ખરિદવા માટે પ્રયાશ કર્યો હતો, પરંતુ ટેકનિકલ પરિક્ષણ દરમિયાન અમેરિકી અને સ્વીડશ કંપનિઓના ફાઈટર જેટ ફેલ થયા હતા. આ મામલે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે એ સમયે ભારત સરકારે ફાઈટર જેટ બનાવતી બીજા દેશોની  કંપનીઓને આમંત્રિત નહોતી કરી. આ ડિલને લઈને IAF એ ફરિવાર અમેરિકા અને સ્વીડનનો સંપર્ક કર્યો છે. બંને દેશોને કહેવામાં આવ્યું છે કે ભારતને એક આધુનિક અને સિંગલ ફાયર એરક્રાફ્ટ જોઈએ છે. ભારત ફોર્થ જનરેશનનું ફાઈટર ખરીદવા માટે ઈચ્છુક છે., જે ભારતના દૂરોગામી ઉદ્દેશ્યોને અનુરૂપ છે. આ મામલે તજજ્ઞોનું માનવું છે કે આ વખતે ફાઈટર જેટની ખરિદી મામલે સિંગલ વેંડરના બદલે મલ્ટીપલ વેંડર સિચ્યૂએશનમાં થશે, જેના કારણે આ કરાર પર આંગળી ચીંધવાનો મોકો ન મળે. જાણકારોનું કહેવું છે કે આ કારણે સ્વીડિશ કંપની ગ્રીપન અને અમેરિકી કંપની લૉકહી માર્ટિનને તેનાથી દૂર રાખવાનો કોઈ આધાર નથી બનતો. જાણકારોનું એમ પણ કહેવું છે કે 2010માં  વાયુસેનાના પરિક્ષણ ફેલ થવા છતાં બંને કંપનીઓને બહાર ન કરવી એ પણ એક ચોંકાવનાર હતું.