દહિયા- હું ખુબ દિલગીર છું, તું જાણે છે, હું દીલના ઊંડાણથી તારી માફી માંગુ છું. હું બધું સંભાળી લઈશ. મને તક આપ. તને નથી ખબર કે તે મારાં માટે કેટલું અઘરું છે. આઈ એમ સોરી.
ત્યાર બાદ દહિયા એક પિક્ચર મેસેજ મોકલ્યો જેમાં લખેલું છે કે, જ્યારે બીજું કોઈ આપણી ટીકા કરે ક્યારે આપણે તેમના મંતવ્યને નકારી દઈ શકીએ છીએ. પણ જ્યારે આપણે આપણી જાતની જ ટીકા કરીએ ત્યારે આપણું મન તે ટીકાને સ્વીકારે છે. આપણે પોતાને આપણી જાત પર કરેલી ટીકાથી ક્યારેય બચાવી શકતાં નથી. જ્યારે તમે જાતને પોતાના અંગે કશું કહો છો તો તેની કાળજી લો.
દહિયા- પણ હું તને કહું, કે હું તને ક્યારેય છોડીશ નહીં. હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું અને મારા જીવનમાં હું બધું જ નીભાવતો રહ્યો છું. તું મને સજા અપાવી શકે છે. પણ તે છતાં હું તને અને મારી દીકરીને પ્રેમ કરું છું. તું જાણે છે કે હું તમારા બન્ને માટે મરી પણ શકું. પણ પરિસ્થિતિને હાથે લાચાર છું. તે છતાં હું મારાથી બનતાં ઉત્તમ પ્રયત્ન કરીશ. મને ખબર છે તારી સાથે ખૂબ ખરાબ થયું છે.
આટલી ચેટ બાદ ગૌરવ દહિયાએ સતત વોટ્સએપ કોલ કર્યાં હતાં પરંતુ મહિલાએ ઉઠાવ્યાં જ નહીં ત્યાર બાદ ફરી મેસેજ કર્યો હતો. દહિયા- પ્લીઝ યાર, સમજવાનો પ્રયત્ન કર. કોઈની સાથે વાત કરી લે. હું દરેક બાબત માટે માફી માગું છું. હું જાણું છું કે હું ખોટો છું. મહિલા- ઓફિસવાળાને આ બધું કહેજે. એક સેકન્ડ પણ રહી શકતો ન હતો ને? હવે તું જોજે.