MHA Transferred Sanjeev Khirwar: દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમ (Thyagraj Stadium)માં ખેલાડીઓની પ્રેક્ટિસ  સમયે તેમની પ્રેકટીવ અટકાવીને કૂતરાને ફેરવવાને કારણે વિવાદમાં આવેલા IAS ઓફિસર સંજીવ ખિરવાર (IAS Sanjeev Khirwar) ની બદલી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA)એ તેમને દિલ્હીથી લદ્દાખ ટ્રાન્સફર કરી દીધા છે. એટલું જ નહીં મંત્રાલયે તેની પત્ની IAS રિંકુ દુગ્ગા (IAS Rinku Dugga)ની બદલી કરીને તેને અરુણાચલ પ્રદેશ મોકલી દીધી છે. જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે દિલ્હીના મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો અને રિપોર્ટ આવ્યા બાદ ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે.


જણાવી દઈએ કે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓ તરફથી સતત ફરિયાદો આવી રહી હતી કે તેમને સાંજે સાડા છ વાગ્યા સુધીમાં ટ્રેનિંગ પૂરી કરવા માટે કહેવામાં આવે છે અને સ્ટેડિયમનો સમય આટલો હોવાના કારણે નહીં, પરંતુ એવું કહેવામાં આવે છે કે દિલ્હી સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી (મહેસૂલ) IAS  સંજીવ ખિરવાર તેમના કૂતરાને સ્ટેડિયમમાં લઈ જઈ શકે.






આ સમાચાર સામે  આવતાં દિલ્હી સરકારે પણ તાત્કાલિક પગલાં લીધાં. દિલ્હી સરકારે કહ્યું કે હવેથી દિલ્હીના તમામ સ્ટેડિયમ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ દ્વારા આ માહિતી આપી.  તેમણે લખ્યું કે સ્ટેડિયમ વહેલા બંધ થવાના કારણે ખેલાડીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા  તમામ સ્ટેડિયમને 10 વાગ્યા  સુધી ખુલ્લા રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે જેથી કોઈ ખેલાડીને કોઈ તકલીફ ન પડે. ત્યાગરાજ સ્ટેડિયમ 2010 કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામાં આવ્યું હતું.