નવી દિલ્લીઃ સુપ્રિમ કોર્ટે મંગળવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ નિર્ણય મુજબ હવે જમ્મુ-કાશ્મીરના કેસો પણ દેશની બીજા રાજ્યમાં ટ્રાંસફર કરી શકાશે. સુપ્રિમ કોર્ટની 5 જજોની સંવિધાન પીઠે આ નિર્ણય લીધો હતો.
આ પહેલ કોઇ પણ કેસને બીજા રાજ્યમાં ટ્રાંસફર ક્રિમિનલ પ્રોસિજર કોડ(સીઆરપીસી) અને સિવિલ પ્રોસિજર કોડ (સીપીસી)ના કલમ મુજબ જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન પડતી હોવાથી ત્યાંના મામલાને બીજા રાજ્યમાં ટ્રાંસફર નહોતા કરી શક્તા.
હવે સુપ્રિમ કોર્ટ કહ્યુ હતું કે, સંવિધાનના અનુચ્છેદ 14 મુજબ બધાને ન્યાય મેળવવાનો અધિકાર છે. કોઇ પણ કાનૂની જોગવાઇ નગારીકોને આનાથી વંચિત ન રાખી શકે.
સુપ્રિમ કોર્ટ મુજબ, જો કોઇ અન્ય રાજ્યમાં જઇને મુકદ્દમો લડવા અસમર્થ હોય કે, ન્યાય માટે મામલાને અન્ય બીજા રાજ્યમાથી ટ્રાંસફર કરવાની જરૂર હોય તો એવુ કરવામાં આવી શકાય છે. આ જોગવાઇ દેશના તમામ રાજ્યમાં લાગુ છે. માટે જમ્મુ-કાશ્મીરને અપવાદ ના બનાવું જોઇએ.
સુપ્રિમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધુ છે કે, સંવિધાનના અનુચ્છેદ 136 મુજબ કોઇ જમ્મુ કાશ્મીરમાં ચાલી રહેલા ચુકાદાને બહાર ટ્રાંસફર કરવા માટે તેનો દરવાજો ખટખટાવે તો તે આના પર વિચાર કરી શકે છે.
સુપ્રિમ કોર્ટ અન્ય એક ચુકાદામાં વ્યવસ્થા કરી છે કો, કોઇ દોષીને એકથી વધુ ઉમ્રકેદની સજા સંભળાવામાં આવી હોય તો, સજા એક સાથે જ ચાલશે. અલગ અલગ નહી.