કોંગ્રેસે ચૂંટણી આયોગને જણાવ્યું કે આ વર્ષે જ પાર્ટી સંગઠનની ચૂંટણી કરી લેશે. જેથી અટકળો છે કે સોનિયા ગાંધી અધ્યક્ષ પદ છોડશે અને રાહુલ ગાંધીના હાથમાં કોંગ્રેસની જવાબદારી આપી શકાય છે.
તમને જણાવી દઈએ કે કોગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત બહુ સારી નથી રહેતી એવામાં પાર્ટીમાં અંદરથી પણ એવી માગ થતી રહી છે કે કોંગ્રેસની કમાન તેમના દિકરા રાહુલ ગાંધીને સોંપવામાં આવે.
લોકસભામાં કોંગ્રેસના માત્ર 44 સાંસદ છે. અને આઝાદ ભારતના ઈતિહાસમાં કોંગ્રેસ માટે આ સૌથી ખરાબ નંબર છે. એક સમયે દેશના મોટા ભાગના રાજ્યોમાં શાસન કરી ચૂકેલી કોંગ્રેસની સરકાર હવે થોડા જ રાજ્યોમાં સત્તા પર છે. એવામાં રાહુલ ગાંધીને કોંગ્રેસને ફરી મજબૂત કરવાની જવાબદારી મળી શકે છે.
આવતા વર્ષે યુપી અને પંજાબ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. એવામાં રાહુલ ગાંધીના નેતૃત્વની પરીક્ષા પોતાની પાર્ટીને આ રાજ્યોમાં જીતાડવાની રહેશે. યુપીમાં પાર્ટી છેલ્લા 27 વર્ષથી સત્તા પર નથી આવી.