IB અલર્ટ, નિર્ભયા બળાત્કાર કેસનો દોષી આતંકવાદીના સંપર્કમાં
abpasmita.in | 29 Jun 2016 10:19 AM (IST)
નવી દિલ્લીઃ ઇન્ટેલીજેન્સ બ્યૂરો IBએ અલર્ટમાં ચેતવણી આપી છે કે, દિલ્લી નિર્ભયા બળત્કારમાં દોષી સગીર યુવક આતંકવાદીઓના સંપર્કમાં છે. આઇબીએ આ મામલે પહેલા પણ અલર્ટ આપ્યું હતું. હાલમાં આ દોષીતની ઉમર 21 વર્ષ થઈ ચુકી છે. આઇબીએ અલર્ટ જાહેર કરીને સરકારને સતર્ક રહેવા માટે કહ્યું છે. અલર્ટમાં જણાવામાં આવ્યું છે કે, દોષી હાલ બદાયુમાં રહી રહ્યો છે. અને આતંકીઓના સંપર્કમાં છે. નિર્ભયા કેસમાં દોષીની જુનેવાઇલ હોમમાં કાશ્મીરના એક યુવક સાથે રહેતો હતો. આ યુવક દિલ્લી હાઇકોર્ટમાં 2011માં થયેલા બ્લાસ્ટમાં આરોપ હતો.