કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જેના કારણે દર્દીની ટેસ્ટિંગની લાઇન પણ વધી રહી છે. હાલ તપાસ કરનાર લેબ પર ખૂબ જ વર્ક લોડ વધી ગયો છે. આ સ્થિતિમાં ટેસ્ટિંગ લેબનો વર્ક લોડ ઓછો કરવા માટે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે મંગળવારે તપાસના સંદર્ભે એક એડવાઇઝરી જાહેર કરી છે.

Continues below advertisement


એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, એવું કોઇ વ્યક્તિનો બીજી વખત ટેસ્ટ નહીં થાય જેનો રેપિડ ટેસ્ટ કે પછી આરટીપીસીઆરમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય. ICMRએ લેબનો વર્કલોડ ઓછો કરવા માટે આંતરરાજ્યમાં પ્રવાસ કરતા સ્વસ્થ  યાત્રીનો ટેસ્ટ ન કરવાનો નિર્ણય કરી શકે છે.


 ICMR કહ્યું કે, યાત્રા કરનાર બધા જ લોકોએ કોવિડની ગાઇડનનું ચુસ્તાથી પાલન કરવાનું રહેશે. GEM પોર્ટલ પર હવે મોબાઇલ ટેસ્ટિંગ લેબ અવેલેબલ છે. રાજયોને મોબાઇલ સિસ્ટમ દ્રારા આરટી પીસીઆર ટેસ્ટ કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં છે.


એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું  છે કે, બધા જ સરકારી અને ખાનગી સ્વાસ્થ્ય સેવા કેન્દ્ર બહુ જલ્દી


રેપિડ એન્ટીજન ટેસ્ટની પરવાનગી આપવામાં આવશે. શહેર, ગામડાં પણ લોકોના ટેસ્ટિંગ માટે આરએટી બૂથ બનાવી શકાય છે. સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટરમાં પણ ટેસ્ટિંગ સેન્ટર બનાવી શકાય.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,82,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3780 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,38,439 લોકો ઠીક પણ થયા છે.


એક્ટિવ કેસ 34 લાખને પાર


 દેશમાં એક્ટિવ કેસનો આંકડો 34 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


 


16 કરોડથી વધારેને રસી અપાઈ



દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 16 કરોડ 04 લાખ 94 હજાર 188 ડોઝ આપવામાં આવ્યા છે.