મુંબઈઃ મરાઠા આરક્ષણને લઈ બુધવારે સુપ્રીમ કોર્ટે મોટો ફેંસલો સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે શિક્ષણ અને નોકરીમાં મરાઠા આરક્ષણને બિનબંધારણીય ગણાવ્યો હતો. અદાલતના ફેંસલા મુજબ,  હવે કોઈપણ વ્યક્તિને મરાઠા આરક્ષણના આધારે કોઈ નોકરી કે કોલેજમાં સીટ નહીં આપવામાં આવે.


 કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા અનામત 50 ટકા સીમાનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ આપવા માટે તેમને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત ન કહી શકાય. સાથે જ મરાઠા અનામતને લોગુ કરતી વખતે 50 ટકાની લિમિટને તોડવી તે કોઈ બંધારણીય આધાર ન હતો.


કોર્ટે કહ્યું કે ઈન્દિરા સાહનીના કેસમાં બીજી વખત વિચાર કરવાની જરૂર નથી. મહારાષ્ટ્રમાં કોઈ ઈમરજન્સીની સ્થિતિ ન હતી કે મરાઠા અનામત જરૂરી બની જાય. આ સિવાય કોર્ટે નોંધ્યું કે અત્યાર સુધી મરાઠા અનામતથી મળેલી નોકરીઓ અને એડમિશન યથાવત રહેશે, જોકે આગળ અનામત મળશે નહિ.


સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મરાઠા સમુદાયને કોટા માટે સામાજિક, શૈક્ષણિક રીતે પછાત જાહેર ન કરી શકાય. જે 2018 મહારાષ્ટ્ર રાજ્ય કાનૂન સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે. કોર્ટે કહ્યું અમે 1992ના ફેંસલાની ફરીથી સમીક્ષા નહીં કરીએ. પાંચ જજોની બેંચે આ ફેંસલો સંભળાવ્યો છે.




2018માં મહારાષ્ટ્ર સરકારે મરાઠા વર્ગને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં 16 ટકા અનામત આપ્યું હતું. તે માટે જસ્ટિસ એનજી ગાયકવાડની અધ્યક્ષતાવાળા મહારાષ્ટ્રના પછાત વર્ગ આયોગના રિપોર્ટને આધાર બનાવવામાં આવ્યો હતો. OBC જાતીઓને આપવામાં આવેલા 27 ટકા અનામતથી અલગ આપવામાં આવેલા મરાઠા અનામતથી સુપ્રીમ કોર્ટના તે ચુકાદાનું ઉલ્લંઘન થયું, જેમાં અનામતની સીમા અધિકતમ 50 ટકા જ રાખવાનું કહેવામાં આવ્યું હતું.


ગુજરાતમાં લોકડાઉન નથી લાગવાનું પણ 12 મે સુધી 36 શહેરોમાં કોરોના કરફ્યુ લાગશેઃ જાણો ક્યાં નિયંત્રણો મૂકાયાં ? 


નાઈટ કરફ્યૂ લગાવવાથી કોઈ ફાયદો નથી, લોકડાઉન જ ઉપાય, જાણો મોદીની કોવિડ ટાસ્ક ફોર્સના કયા સભ્યએ કરી માંગ


Coronavirus Cases India:  એક જ દિવસમાં રેકોર્ડ 3780 લોકોના મોત, ફરી કોરોના કેસમાં આવ્યો ઉછાળો