નવી દિલ્લી: આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. પેટ્રોલ 2 રૂપિયા 25 પૈસા સસ્તુ થયુ છે. જ્યારે ડિઝલના ભાવમાં 42 પૈસાનો ઘટાડો થયો છે. આ મહિને સતત બીજી વાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થયો છે. ઘટેલી કિંમતો શુક્રવાર રાતથી લાગુ થઈ છે.
એક જુલાઈના રોજ પેટ્રોલના ભાવમાં 89 રૂપિયા અને ડિઝલના ભાવમાં 49 પૈસા ઘટ્યા હતા. જો કે આ પહેલા 1મે પછી સતત 4 વાર ભાવ વધ્યા હતા.
તેલ કંપનીઓ દર 15 દિવસે પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતની સમિક્ષા કરે છે. અને આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવના આધારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં બદલાવ કરે છે.