Ideas of India LIVE: તમારી પાર્ટી કેમ હારે છે અને ભાજપ કેમ જીતે છે ? શશિ થરૂરે આ જવાબ આપ્યો

Ideas of India Summit 2024 Live: આ વર્ષની સમિટમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના પડકારો, યુરોપ અને મધ્ય પૂર્વમાં ભયંકર યુદ્ધો વચ્ચે માનવતાવાદી કટોકટી જેવા ઘણા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

gujarati.abplive.com Last Updated: 23 Feb 2024 07:25 PM

બ્રેકગ્રાઉન્ડ

ABP Network Ideas Of India Live: એબીપી નેટવર્કની વાર્ષિક સમિટ આઈડિયાઝ ઓફ ઈન્ડિયા દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શરૂ થવા જઈ રહી છે. આ કાર્યક્રમની થીમ પીપલ્સ એજન્ડા છે. આજથી આ...More

Ideas of India Summit 2024: નવ્યા નવેલી નંદાએ સરનેમને લઈ આપ્યો આ જવાબ

આટલા મોટા પરિવાર સાથે સંબંધિત હોવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન પર નવ્યાએ કહ્યું, “સરનેમ વિશે, તે એવું છે કે દરેક વ્યક્તિના નામની આગળ તે લાગે છે. અને મને લાગે છે કે દરેકે તેને આગળ લઈને જવું જોઈએ. અને તમારે બતાવવું પડશે કે તમે ક્યાંથી આવ્યા છો, એટલે કે તમારે તમારા વારસાને આગળ લઈ જવાનો છે. ખાસ કરીને હું જ્યાંથી આવી છું, તેને આગળ લઈ જવાની જવાબદારી મારી અને મારા પરિવારને ગર્વ અનુભવવાની છે.'