નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં જ ફરી એક વખત જમ્મુ-કાશ્મીરની ધરતી લોહીયાળ થઈ છે. મળતી માહિતી મુજબ એલઓસી નજીક આઈઆડી બ્લાસ્ટમાં સેનાના મેજર શહીદ થયા છે.



આ બ્લાસ્ટ કઈ રીતે થયો તેની હાલ કોઈ માહિતી નથી મળી. બે જવાન પણ ઈજાગ્રસ્ત થયા હવોના પ્રાથમિક અહેવાલ છે.


ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલો થયો હતો, જેમાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલો ગુરૂવારે થયો જ્યારે સીઆરપીએફના 2500 જવાનોનો કાફલો શ્રીનગર જઈ રહ્યો હતો.