જણાવીએ કે, 3 નવેમ્બર, 2014ના રોડ બડગામમાં 53, રાષ્ટ્રીય રાઈફલ્સના જવાનોએ એક સફેદ મારુતિ કાર પર ફાયરિંગ કર્યું હતું. જવાનોએ ફાયરિંગ એ કારણે કર્યું હતું કારણ કે આ પહેલા બે ચેક પોઈન્ટ્સને પાર કરી ચૂક્યા હતા. જવાનોને કારમાં આતંકીઓ હોવાની શંકા ગઈ હતી, ત્યાર બાદ તેમમે ગોળીબાર કર્યો. તેમાં 2 યુવાઓના મોત થયા હતા.
જોકે, બાદમાં એવું જાણવા મળ્યું કે, કારમાં બેઠેલ પાંચ યુવાન મુહર્મના જૂલુસ પરથી પરત ફરી રહ્યા હતા. આ મામલે 14 સૈનિકોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી ચાર દોષી જણાયા હતા. આ સમગ્ર મામલાને લઈને કાશ્મીરમાં હોબાળો પણ થયો હતો. ત્યારે ઉત્તરી કમાંડના જીઓસી ડીએસ હુડાએ આ સમગ્ર મામલેને લઈને ભૂલ પણ સ્વીકારી હતી. આ મામલે સેના ઉપરાંત તત્કાલીન રક્ષ મંત્રી અરૂણ જેટલીએ પણ દુખ વ્યક્ત કર્યું હતું.
આતંકી હુમલોઃ વધુ એક મોટો ખુલાસો થયો, કાર બોમ્બમાં આ વિસ્ફોટક પદાર્થનો થયો હતો ઉપયોગ
આતંકી હુમલોઃ ઘરબેઠા તમે પણ આ રીતે સુરક્ષા દળોને કરી શકો છો મદદ, જાણો વિગતે