મુંબઇઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોહન ભાગવતે બીજેપી સરકારને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કાયદો લાવવાની સલાહ આપી છે તો શિવસેના પણ રામ મંદિરને લઇને બીજેપી પણ દબાણ કરી રહી છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આગામી મહિને અયોધ્યામાં જવાનું એલાન કરી ચૂક્યા છે. આ વચ્ચે સંજય રાઉતે પણ એક નિવેદન આપ્યું છે કે રામ મંદિર પર કાયદો જો આ વખતે નહી બને તો ક્યારેય પણ નહીં બની શકે. શિવસેના બીજેપી પર દબાણ ઉભું કરીને મહારાષ્ટ્રમાં પ્રભાવ વધારી રહી છે.
શિવસેના નેતા સંજય રાઉતે રામ મંદિરના નિર્માણની શરૂઆત જલદી કરવાની માંગ કેન્દ્ર સરકાર પાસે કરી છે. રાઉતે કહ્યું કે, જો આજે કાયદો બનાવવામાં નહી આવે તો ક્યારેય પણ રામ મંદિર બની શકશે નહીં. આજે અમારી પાસે બહુમત છે. આપણે જાણતા નથી કે 2019 બાદ શું સ્થિતિ થશે. કોર્ટ રામ મંદિર વિવાદનો ઉકેલ લાવી શકશે નહી કારણ કે આ વિશ્વાસનો મામલો છે. આ રાજકીય ઇચ્છાશક્તિનો મામલો છે અને વડાપ્રધાન મોદી એવું કરી શકે છે.
અયોધ્યામાં રામ મંદિરને લઇને એઆઇએમઆઇએસ નેતા અસદુદ્દીન ઓવૈસીના નિવેદનને લઇને રાઉતે કહ્યું કે, અસદુદ્દીને ઓવૈસીને હૈદરાબાદ સુધી જ રહેવું જોઇએ. રામ મંદિર અયોધ્યામાં બનશે હૈદરાબાદ પાકિસ્તાન અથવા ઇરાનમાં નથી. ઓવૈસી જેવા લોકોએ મુસ્લિમ સમુદાયને પોતાની રાજનીતિ માટે ભટકાવવા માટેનું કામ કરે છે જેનું ભવિષ્યમાં મોટું નુકસાન ઉઠાવવું પડશે.