મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી એકનાથ ખડસેએ પોતાના એક નિવેદનમાંથી વિવાદ ઉભો કર્યો છે. તેણે કહ્યું હતું કે, જો તે પોતાનું મો ખોલશે તો દેશ હલી જશે. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસ પર પણ પરોક્ષ રીતે નિશાન સાધ્યું હતું.

તેમણે જમાવ્યું હતું કે, વિધાસભાની ચુંટણી પહેલા ભાજપ અને શિવસેનાનું ગઠબંધન ટુટ્યું ન હોત તો મુખ્યમંત્રી શિવસેનાનો હોત. આ ગઠબંધન ટોડવામાં મે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના લીધે જ ભાજપાના નેતા મુ્ખ્યમંત્રી બની શક્યા છે. આ નિવેદન તેમણે પોતાની વિધાનસભા ક્ષેત્રમાં એક સભાને સંબોધન કરતી વખતે આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભાજપાના પછાત વર્ગના ચહેરો માનવામાં આવતો ખડસે પર હાલમાં ઘણા આરોપો લાગેલા છે. જમીન ખરીદીમાં અનિયમિતતા અને તેના મોબાઇલ પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનો ફોન તેના લેન્ડલાઇન ફોન આવ્યાનો આરોપ મુખ્ય છે.