નવી દિલ્હીઃ ભારતીય રાજનીતિમાં એવું ભાગ્યે જ બન્યું હશે જ્યારે ચૂંટણીમાં પોતાની હારની આશંકાઓ પર સંભવિત જીતનારી હરિફ પાર્ટીના વખાણ કર્યા હતા. લોકસભામાં કોગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જો કેજરીવાલ જીતશે તો આ વિકાસવાદી એજન્ડાની જીત હશે. નોંધનીય છે કે મતદાન બાદ જાહેર થયેલા તમામ એક્ઝિટ પોલમાં દિલ્હીમાં કેજરીવાલ સરકારની વાપસીની વાત કરવામાં આવી છે. કોગ્રેસના આ નિવેદનને દિલ્હીમાં પાર્ટીની હાર સાથે જોડવામાં આવી રહ્યું છે.


પશ્વિમ બંગાળના બેહરામપુરથી કોગ્રેસના સાંસદે કહ્યું કે અમે અમારી પુરી તાકાસ સાથે ચૂંટણી લડ્યા. આ ચૂંટણીમાં ભાજપે તમામ સાંપ્રદાયિક એજન્ડાને સામે લાવ્યા છીએ અને કેજરીવાલજીના વિકાસ એજન્ડાને સામે રાખ્યો છે. જો કેજરીવાલ જીતે છે તો આ વિકાસના એજન્ડાની જીત હશે. બીજી તરફ પાર્ટીના દિલ્હી ચૂંટણી પ્રભારી પીસી ચાકોએ કહ્યું કે, વાસ્તવિક પરિણામ અલગ હશે અને પાર્ટી છેલ્લી વખત કરતા સારુ પ્રદર્શન કરશે.