લુધિયાણા: આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલે બુધવારે પંજાબના સંગરૂરમાં રેલી કરી. પંજાબ યાત્રાના ચોથા દિવસે કેજરીવાલ કંઈક અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પંજાબમાં કેજરીવાલે કહ્યું કે જો પંજાબમાં આપ ચૂંટણી જીતશે તો પંજાબના હિતોને ધ્યાનમાં રાખવામાં આવશે અને જરૂર પડશે તો પ્રધાનમંત્રી મોદીના પગમાં પડશું જેનાથી રાજ્યના કામો થઈ શકે. જો કંઈ નહી થાય તો અમે સંર્ધષ કરશુપં અને લડશું અને કહેશું કે સાડા હક એથે રખ. કેજરીવાલને આ વાત માટે તાળીઓનો ગડગડાટ સાંભળવા મળ્યો હતો. તેમણે કહ્યું દિલ્લીમાં કેંદ્ર સરકાર ખૂબ જ નડી રહી છે છતા અમે અમારા વાયદાઓ પૂર્ણ કર્યા છે. પરંતુ પંજાબની સાથે આમ નહી થાય કારણ કે તેની અલગ તાકાત છે. પંજાબના હિતો માટે પીએમ મોદી સામે ઝુકવા માટે તૈયાર છું. એમા કોઈ શક નથી કે તેઓ અમને દિલ્લીમાં ખૂબ જ હેરાન કરે છે.


કેજરીવાલે કહ્યું કૉંગ્રેસ અને શિરોમણી અકાલી દળ કહે છે કે તેઓ (કેજરીવાલ) મોદી સાથે લડે છે એના કારણે પંજાબમાં આપ જીતશે. બાદલ પરિવાર પર હુમલો કરતા કેજરીવાલે કહ્યું છેલ્લા બે વર્ષથી બાદલ પરિવારે પ્રધાનમંત્રી મોદીને ખૂબ જ માખણ લગાવ્યું છે, પરંતુ તે લોકો એવું કશુ નહી કરી શકે જેનાથી રાજ્યને ગર્વ થાય. દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે દાવો કર્યો છે કે કેપ્ટન અમરિંદર સિંહ અને બાદલ પરિવારે હાથ મિલાવી રાખ્યા છે. બાદલ પરિવાર અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ગુપ્ત સમજણો થયેલી છે અને તેઓ સાથે ચૂંટણી લડી રહ્યા છે.