નવી દિલ્લીઃ જૂની 500 અને 1000 રૂપિયાની નોટોને વાપરવાની સમય મર્યાદા આજે પૂર્ણ થઇ રહી છે ત્યારે સરકારના ઉચ્ચ સૂત્રોના કહેવા પ્રમાણે, જૂની નોટ વાપરવાની મર્યાદાને વધારવામાં આવે તેવી સંભાવના છે. નોંધનીય છે કે નોટબંધી બાદ જરૂરી સેવાઓ જેવી કે સરકારી હોસ્પિટલ, રેલવે અને એર બુકિંગ, દૂધ બુથ, પેટ્રોલ પંમ્પ પર જૂની 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર થઇ જશે. સરકારે આ સ્થળો પર જૂની નોટને 24 નવેમ્બર સુધી વાપરવાની છૂટ આપી હતી. જોકે, આજ સાંજ સુધીમાં આ અંગે લોકોને રાહત આપવામાં આવી શકે છે.


એટલું જ નહીં સૂત્રોના કહેવા પ્રમાણે, નોટ બદલવાનું કામ ટૂંક સમયમાં બંધ કરવામાં આવી શકે છે. તો જૂની નોટ ચાલવાની મર્યાદા વધારવામાં આવી શકે છે. આજ રાત્રે 12 વાગ્યા પછી દેશના તમામ નેશનલ હાઇવે ટોલબુથ પર ટેક્સ વસૂલવામાં આવશે. ખેડૂતો માટે સરકારે જિલ્લા સહકારી બેન્કોને 21 હજાર કરોડ રૂપિયા આપવાનો સરકારે નિર્ણય લીધો છે.