નવી દિલ્લીઃ સુપ્રિમ કોર્ટે લોકપાલની નિયુક્તિમાં થઇ રહેલા વિલંબ પર બુધવારને કેંદ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ કાયદાનો નિર્થક શબ્દ ના બનાવો જોઇએ. મુખ્ય ન્યાયાધિક ટીએસ ઠાકુરની અધ્યતા વાળી પીઠે કહ્યું હતું કે, અન્ના હજારેના આંદોલના બાદ બનાવવામાં આવેલા લોકપાલ બીલને બિનઅસરકારક એટલા માટે ના બનાવી શકાય કેમ કે, તેની સમિતિમાં વિરોધ પક્ષોના નેતાઓનો સમાવેશ કરવા માટે સંશોધન બીલ પસાર નથી થઇ શક્યું. કેંદ્ર સરકારે દલિલ કરી હતી કે, પસંદગી સમિતિમાં સૌથી મોટા વિરોધ પક્ષના નેતાને સમાવેશ કરવા માટે બીલ લટકાવી દેવામાં આવ્યું છે.


પીઠે અટર્ની જનરલ મુકુલ રોહતગી પાસેથી જવાબ માંગ્યો હતો કે, સૌથી મોટા પક્ષના નેતાને પસંદગી સમિતિમાં પસંદ કરવા માટે શું અમે આદેશ ના આપી શકીએ? અટર્ની જનરલે પીઠને જણાવ્યું હતું કે, હાલના તબક્કે ન્યાયાલય દ્વારા આપવામાં આવેલા કોઇ પણ આદેશને ન્યાયીક રીતે કાયદો બનાવવા બરાબર છે. આ મામલે પીઠે વધુ સુનવણી 7 ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.