નવી દિલ્હીઃ PM મોદી હાલ સંસદના નવા ભવનના શિલાન્યાસ કર્યો હતો.  2022 સુધીમાં નવા સંસદ ભવનના નિર્માણ કાર્યને પૂરું કરવાની સરકારની યોજના છે. પીએમ મોદીએ આ પછી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.


શું કહ્યું પ્રધાનમંત્રી મોદીએ....

- પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- આજનો દિવસ ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં  eHero HD Delx ઐતિહાસિક છે. ભારતીયો દ્વાર, ભારતીયતાના વિચારથી ઓતપ્રોત, ભારતના સંસદ ભવનના નિર્માણનો શુભારંભ આપણા લોકતાંત્રિક પરંપરાના સૌથી મહત્વના મુકામ પૈકીનો એક છે. આપણે ભારતના લોકો મળીને નવું સંસદ ભવન બનાવીશું.

- 2014માં જ્યારે પ્રધાનમંત્રી તરીકે ચૂંટાઈને સંસદ ભવનમાં આવવાનો મોકો મળ્યો તે ક્ષણ હું ક્યારેય ન ભૂલી શકું. લોકતંત્રના આ મંદિરમાં પગ રાખતાં પહેલા મે માથું નમાવીને નમન કર્યા હતા. આપણા વર્તમાન સંસદ ભવને આઝાદીના આંદોલન અને બાદમાં સ્વતંત્ર ભારતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આઝાદ ભારતની પ્રથમ સરકારનું ગઠન પણ અહીં થયું અને સંસદનું સત્ર પણ મળ્યું.



- પ્રધાનમંત્રીએ ક્હ્યું, નવા સંસદ ભવનમાં એવી અનેક ચીજો થઈ રહી છે જેનાથી સાંસદોની ક્ષમતા વધશે, તેમના વર્ક કલ્ચરમાં આધુનિક રીત આવશે. જૂના સંસદ ભવને સ્વતંત્રતા બાદ ભારતને દિશા આપી તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જૂના સંસદ ભવનમાં દેશની આવશ્યકતાઓની પૂર્તિ માટે કામ થયું તો નવા ભવનમાં 21મી સદીના ભારતની આકાંક્ષા પૂરી કરાશે.

આધારશિલા રાખ્યા બાદ સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં હિન્દુ, શીખ, ઈસાઈ, મુસ્લિમ, બૌદ્ધ તથા અન્ય ધર્મના ધર્મગુરુઓ હાજર રહ્યા હતા.

આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, રવિ શંકર પ્રસાદ સહિતના નેતાઓ ઉપસ્થિત છે. શિલાન્યાસ બાદ પણ કામ શરૂ નહીં થઈ શકે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત જ્યાં સુધી કોઈ પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવવામાં આવે ત્યાં સુધી કન્સ્ટ્રક્શન, તોડફોડ કે વૃક્ષ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ  કોર્ટે શિલાન્યાસ પર પ્રતિબંધ લગાવ્યો નથી.



લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે 2022માં દેશની આઝાદીનાં  75 વર્ષ પૂરાં થવા પર અમે નવા સંસદભવનમાં બંને ગૃહોનાં સત્રની શરૂઆત કરીશું. સંસદનું નવુ ભવન 64,500 વર્ગમીટર ક્ષેત્રમાં હશે અને તેના નિર્માણ પર કુલ 971 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અનુમાન છે. સાંસદોને પેપર લેસ ઓફિસની સાથે લાઉન્જ, લાયબ્રેરી અને સમિતિઓ બેઠક ખંડની સાથે જ તમામ પ્રકારની સુવિધાઓ મળશે. સંસદ ભવનમાં તમામ ડિજિટલ  સુવિધાઓ હશે.

નવા ભવનમાં લોકસભા સાંસદો માટે લગભગ 888 અને રાજ્યસભા  સાંસદો માટે 326થી વધુ સીટો હશે. પાર્લમેન્ટ હોલમાં 1224 સભ્ય એકસાથે બેસી શકશે.