નવી દિલ્હીઃ નેવિગશન ક્ષેત્રમાં ભારતે એક નવો મુકામ હાંસિલ કરી લીધો છે. ભારત હવે તે ચાર સિલેક્ટેડ દેશોની શ્રેણીમાં સામેલ થઇ ગયુ છે, જેમને પોતાની ખુદની નેવિગેશન સિસ્ટમ શોધી લીધી છે. ઇસરો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેવઆઇસી સિસ્ટમને ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગોનાઇઝેશન (આઇએમઓ)એ માન્યતા આપી દીધી છે.


ઇસરો અનુસાર આઇએમઓ નેવઆઇસીને વર્લ્ડવાઇડ રેડિયો નેવિગેશન સિસ્ટમ તરીકે માન્યતા આપી દીધી છે. આ માન્યતા નવેમ્બરના મહિનામાં આઇએમઓના એક 102માં સેશનમાં આપવામાં આવી છે.

ઇસરો અનુસાર આઇએમઓની મેરિટાઇમ સેફ્ટી કમિટીએ નેવઆઇસીને તમામ ઓપરેશન્સ જરૂરિયાતો પર ખરા ઉતરતા સમુદ્રમાં નેવિગેશન કરવામાં મદદ કરવાને લીલી ઝંડી આપી દીધી છે.

આ માન્યતા મળ્યા બાદ ભારત હવે અમેરિકા (જીપીએસ), રશિયા (ગ્લૉનેસ) અને ચીન (બેઇદાઉ)ની સાથે એવા સિલેક્ટેડ દેશોમાં સામેલ થઇ ગયો છે, જેમને સેટેલાઇટની મદદથી ખુદની નેવિગેશન સિસ્ટમને તૈયાર કરી લીધી છે, અને દુનિયાભરમાં માન્યતા મળી ગઇ છે. ઇસરો અનુસાર નેવઆઇસીને માન્યતા મળવાથી સમુદ્રમાં નેવિગેશનમાં તો મદદ મળશે જ સાથે સાથે સર્વ અને જેઓડેસી (ભૂમંડળ માપવા) વગેરેમાં પણ મદદ મળી શકશે. આ ઉપરાંત જમીન અને હવામાં પણ નેવિગેશન કરવામાં વાપરવામાં આવી શકે છે.