કોરોનાની મહામારીએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજાર નવા કેસ નોંધાયા છે તો છેલ્લા 24 કલાકમાં 1761 લોકોના મોત થયા છે. કોરોનાની સેકેન્ડ વેવમાં વાયરસનું મ્યુટેન્ટના કારણે દેશમાં ઝડપભેર સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાના નવા સ્ટ્રેન પર રિસર્ચ થતાં નવા-નવા તથ્યો સામે આવી રહ્યાં છે. કેટલાક લક્ષણો જો આપના હોય તો RT-PCR ટેસ્ટ વિના પણ કહી શકાય છે કે, વ્યક્તિ કોરોના પોઝિટિવ છે. તો ચાલો જાણીએ એવું ક્યું લક્ષણ છે. જે કોરોના પોઝિટિવ હોવાના સંકેત આપે છે.


કોરોનાનું મુખ્ય લક્ષણ


સુગંધ અને સ્વાદ જતો રહેવો તે કોરોનાનું મુખ્ય લક્ષણ છે. જો કોઇ આ લક્ષણ અનુભવાતું હોય તો RT-PCR ટેસ્ટ વિના પણ કહી શકાય છે કે, વ્યક્તિ કોરોના પોઝિટિવ છે.કેટલીક વખત સુગંધ ન આવતી હોય અને વીકનેસ સહિતના કેટલાક લક્ષણો દેખાતા હોવા છતાં પણ RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે છે. આ સ્થિતિમાં ડોક્ટર સિટી સ્કેન કરવાની સલાહ આપે છે.


સંક્રમિત વ્યક્તિના કેટલો સમય સંપર્કમાં આવવાથી લાગે છે ચેપ?


સામાન્ય રીતે તો કોરોના સંક્રમિત વ્યક્તિથી શક્ય તેટલું અંતર જાળવાની સલાહ આપવામાં આવે છે. જો કે નિષ્ણાંતના જણાવ્યાં મુજબ જો સંક્રમિત વ્યક્તિ એટલે કે કોરોના પોઝિટવ વ્યક્તિના સતત 15 મિનિટથી વધુ સંપર્કમાં રહેવાથી કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.


કોરોનાની સેકેન્ડ વેવ શું છે?


ડબલ મ્યુટેડ સ્ટ્રેઇનમાં સાર્સ cov2 વાયરસ ડિટેક્ટ થયો છે. આ નવો મ્યુટેડ વાયરસમાં એવી ક્ષમતા છે કે, તે ઇમ્યુનિટી અને વેક્સિનની અસર બંને પર વાર કરે છે. જેથી વેક્સિનેટ લોકો પણ સંક્રમિત થઇ રહ્યાં


છે. નિષ્ણાતના મત મુજબ નવા વાયરસના સ્ટ્રેઇન સામે કોરોના વેક્સિન એટલી કારગર નથી નિવડી રહી તેના કારણે પણ વેક્સિનેટ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે અને સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ રહ્યું છે.


નવો સ્ટ્રેન ક્યાં એજ ગ્રૂપને વધુ સંક્રમિત કરી રહ્યો છે?


કોરોનાની ફર્સ્ટ વેવમાં મોટાભાગે મોટી વયના એટલે કે 60થી વધુ વયના લોકો વધુ સંક્રમિત થતાં હતા અને તેમનો મૃત્યુઆંક પણ વધુ હતો. જો કે બીજી લહેરમાં 18થી25 વર્ષના લોકો વધુ સંક્રમિત થઇ રહ્યાં છે. આ એજ ગ્રૂપના લોકો સંક્રમિત થતાં તે સુપરસ્પ્રેડર બની રહ્યાં છે. નવો કોરોનાનો વાયરસનું સંક્રમણ વધુ થતું હોવાથી તે ટૂંકા સમયગાળામાં વધુમાં વધુ લોકોને સંક્રમિત કરે છે.